<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

ઉત્તરીય ભાગમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા : ઠંડા પવનોને લીધે ગુજરાત સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડયો

આસામ અને મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી :હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ઠંડી વધી તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે છે. અત્યારે દેશના ઉત્તરીય ભાગમાં ભૂસ્ખલન અને હિમવર્ષા જોવા મળી રહી છે. ઉત્તરીય ભાગમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઇ રહી છે. ઉત્તરભાગ તરફથી આવતા ઠંડા પવનોને લીધે અત્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં પણ તાપમાનનો પારો ગગડયો છે. ગુજરાતમાં હજુ પણ કેટલાક સ્થાનો પર છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઠંડીની શરૂઆત થતા લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે. 

   ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના માછીમારોને ઊંચા મોજા અને જોરદાર પવનના જોખમને કારણે સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.



 

(6:51 PM IST)