<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

એશિયાના સૌથી મોટા નોઈડા એરપોર્ટ પરથી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ઉડાન શરૂ થશે: ભારતના ઉડ્ડયન ક્ષેત્રને બમ્પર બૂસ્ટ મળશે

આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ આ એરપોર્ટ વૈશ્વિક સ્તરે ભારતની છબીને વધુ મજબૂત બનાવશે.

નોઇડા: ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. એશિયાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર), મધ્ય-ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કાર્યરત થવા માટે તૈયાર છે. 
આ મેગા પ્રોજેક્ટ ભારત માટે ગૌરવની વાત છે અને દેશના એવિએશન સેક્ટરને જબરદસ્ત વેગ આપશે. આ એરપોર્ટ શરૂ થવાથી દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક શહેરોની કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે અને આર્થિક પ્રવૃત્તિઓ વધશે. 
આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ આ એરપોર્ટ વૈશ્વિક સ્તરે ભારતની છબીને વધુ મજબૂત બનાવશે.


 

(7:02 PM IST)