<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

અયોધ્યાના 9મા દીપોત્સવમાં નવા બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ: જુના તમામ કિર્તિમાન તોડી નાખ્યા

ભગવાન રામની નગરી અયોધ્યાએ ફરી એક વખત મોટો ઈતિહાસ રચ્યો:અયોધ્યાના સરયુ ઘાટ પર 26 લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા : એક સાથે 2,128 પુજારીઓ દ્વારા મા સરયુની મહાઆરતી

ભગવાન રામની નગરી અયોધ્યાએ રવિવારે ફરી એક વખત મોટો ઈતિહાસ રચ્યો છે. આ અવસર પર અયોધ્યાના સરયુ ઘાટ પર 26 લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા અને રામનગરીએ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બંને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આપ્યું છે.

    પ્રથમ રેકોર્ડ ઉત્તરપ્રદેશ સરકારના પર્યટન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા આયોજિત દીપોત્સવમાં એક સાથે 26,17,215 માટીના દીવડા પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો. બીજો રેકોર્ડ એક સાથે 2,128 પુજારીઓ દ્વારા મા સરયુની મહાઆરતી કરવાનો બન્યો. આ દ્રશ્યએ ના માત્ર અયોધ્યાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભવ્યતાથી દુનિયાને પરિચિત કરાવ્યા પણ ભગવાન રામ પ્રત્યે લોકોની અતુટ આસ્થાને પણ દર્શાવી છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સ્થાનિકો, રામ મનોહર લોહિયા વિશ્વ વિદ્યાલયના 32,000થી વધુ વિદ્યાર્થીઓ અને જિલ્લા તંત્રએ સાથે મળીને દિવસ રાત મહેનત કરી છે. દીવડાને વ્યવસ્થિત કરવાથી લઈને તેની રોશનીને જાળવી રાખવા સુધી દરેક પગલા પર સામુહિક પ્રયત્નની શક્તિ જોવા મળી. 

 મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ અવસરે કહ્યું કે દીપોત્સવ ના માત્ર અયોધ્યાની સાંસ્કૃતિક ધરોહરને વિશ્વમાં પ્રચારિત કરે છે પણ આ ભારતની એકતા અને આધ્યાત્મિકતાનું પણ પ્રતિક છે. તેમને આ આયોજનને સફળ બનાવવા માટે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે 2017માં સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યામાં દીપોત્સવની શરૂઆત કરાવી હતી.

 


 

(10:58 PM IST)