<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

આનંદના દીવડા ઝગમગે, ખુશીની રંગોળીઓ રચાય

‘અકિલા' પરિવાર દ્વારા સૌને હાર્દિક શુભેચ્‍છા

રાજકોટ : આનંદ, ઉલ્લાસ અને અજવાસનું પર્વ એટલે દિવાળી. આ તહેવારના ખુશીથી વધામણા કરવા લોકો આંગણે આંગણે દીવડા પ્રગટાવી રંગોળી સજાવે છે. વિવિધ રંગોની જેમ આપણું જીવન પણ દીપી ઉઠે તેવો ભાવ વ્‍યકત થતો હોય છે. તો જીવનમાં અજવાળા પ્રસરે તે હેતુથી દીવડા પ્રગટાવવામાં આવે છે. ત્‍યારે અહીંના ધર્મનગર સોસાયટી ખાતે ત્‍વેષા અને પ્રેષા સુનિલ મકવાણાએ કઇક આવા જ ઉમંગ અને ઉત્‍સાહથી સર્જેલ કલાત્‍મક રંગોળી અહીં નિહાળી શકાય છે. વાચકોને અકિલા પરિવાર દિપાવલીની હાર્દિક શુભેચ્‍છા પાઠવે છે. આનંદના દીવડા ઝગમગે અને ખુશીની રંગોળી રચાતી રહે તેવી મહાલક્ષ્મી દેવીને પ્રાર્થના. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(2:25 PM IST)