<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

દિલ્‍હીના હવામાનમાં મોટો બદલાવ, ઠંડી વધશેઃ દિવસ દરમિયાન ગરમી સતાવશેઃ આકાશમાં ધૂમ્‍મસ(સ્‍મોગ)ની ચાદર છવાશે

નવી દિલ્‍હીઃ દેશની રાજધાની દિલ્‍હી અને એન.સી.આર. (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) ના હવામાનમાં હવે મોટો બદલાવ આવવાની શરૂઆત થઈ ગઈ છે.

હવામાનઃ આગામી દિવસોમાં દિલ્‍હીમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ ધીમે ધીમે વધશે. જોકે, દિવસ દરમિયાન લોકોને હજી પણ ગરમીનો અનુભવ થશે.

પ્રદૂષણનો ખતરોઃ આ સિઝનલ બદલાવ સાથે જ દિલ્‍હીના આકાશમાં ધૂમ્‍મસની ચાદર(સ્‍મોગ) છવાશે. હવાની ગુણવત્તા ખરાબ થતાં પ્રદૂષણનું સ્‍તર વધી શકે છે, જે શ્વાસ લેવામાં મુશ્‍કેલી ઊભી કરશે.

સત્તાવાળાઓએ લોકોને પ્રદૂષણથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

(11:51 AM IST)