હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"અમેરિકાએ વિઝા નિયમોમાં આપી 'બમ્પર' રાહત: $100,000 નીતિમાં મોટો પલટો! H-1B, L-1 અને F-1 વિઝા ધારકોને મોટી મુક્તિ"
USCIS ની આ સ્પષ્ટતાએ મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને આર્થિક બોજમાંથી મુક્તિ આપીને આપી મોટી રાહત

વોશિંગ્ટન ડીસી (અમેરિકા), તા. ૨૧ : અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ અને F-1 વિઝા પર ભણતા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મોટા રાહતના સમાચાર આવ્યા છે! યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) વિભાગે સ્પષ્ટતા કરી છે કે $100,000 (લગભગ ૮૩ લાખ રૂપિયા) ની વિઝા ફી નીતિમાં ઘણા લોકોને મુક્તિ આપવામાં આવી છે.
કોને રાહત મળી? $100,000 ફી કોને નહીં ભરવી પડે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ સપ્ટેમ્બરે H-1B વિઝા માટે $100,000 ફીની જાહેરાત કરી હતી, જે બીજા જ દિવસથી લાગુ થઈ હતી. જોકે, USCIS દ્વારા જારી કરાયેલ નવી માર્ગદર્શિકાએ ઘણા લોકોને મોટી રાહત આપી છે:
1. વર્તમાન H-1B ધારકો: જે લોકો પાસે પહેલેથી જ H-1B વિઝા છે અને માત્ર પોતાનો સ્ટેટસ બદલવા માગે છે, તેમને $100,000 ફી ચૂકવવાની રહેશે નહીં.
2. H-1B રિન્યુઅલ: H-1B વિઝા ધારકોએ તેમના વિઝા રિન્યુ કરાવવા માટે પણ આ તોતિંગ ફી ચૂકવવાની રહેશે નહીં.
3. F-1 અને L-1 ધારકો: F-1 (આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ) અને L-1 (વ્યાવસાયિકો) વિઝા ધરાવતા લોકો જો H-1B વિઝા પર પોતાની સ્થિતિ બદલવા માગે તો તેમને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
4. જૂની અરજીઓ: જેમણે ૨૧ સપ્ટેમ્બર પહેલા H-1B વિઝા માટે અરજી કરી છે, તેમને પણ આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
5. વિઝા સમાપ્ત થયા હોય તો પણ મુક્તિ: જો કોઈનો L-1 અથવા F-1 વિઝા સમાપ્ત થઈ ગયો હોય અને તેઓ યુએસ છોડી ગયા હોય, તો તેમને વિઝા રિન્યુ કરાવવા અથવા H-1B વિઝા માટે અરજી કરતી વખતે પણ આ ફી લાગુ પડશે નહીં.
ટ્રમ્પની જાહેરાત બાદ આ નવી ફીને કારણે ભારતીય પ્રોફેશનલ્સમાં ભારે ચિંતા હતી. USCIS ની આ સ્પષ્ટતાએ મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને આર્થિક બોજમાંથી મુક્તિ આપીને મોટી રાહત આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
