News of Tuesday, 21st October 2025
હું તો ફટાકડા ફોડીશઃ પ્રદુષણ ફેલાવાની વાત કરનાર સનાતનના તહેવાર ઉપર જ કેમ જાગે છે?
બાબા બાગેશ્વરધામના પંડીત ધિરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધીઓને અરીસો બતાવ્યો

નવી દિલ્હી તા.૨૧: બાબા બાગેશ્વરધામ પંડીત ધિરેન્દ્ર શાષાીએ દિવાળી, સ્વદેશી, ઓપરેશન સિંદુર, સાધુ-સંતો લઇને એક ટીવી ઇન્ટરવ્યુમાં દિલ ખોલીને વાત કરી હતી.
તેમણે જણાવેલ કે, પીએમ મોદીના સ્વદેશી વસ્તુના ઉપયોગની અપીલ ખુબ જ સરસ છે. આપણે ફકત ચીન જ નહી પણ અન્ય કોઇ દેશની લાઇટો દિવાળીના શણગારમાં શું કામ ઉપયોગ કરવી જોઇએ. જો શકય હોય તો માટીના દિવા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવી જોઇએ.
દિવાળી સમયે જ કેમ પ્રદુષણની વાત કરવામાં આવે છે? તેવી તીખો સવાલ પણ તેમણે કર્યો હતો. તેમણે વધુમાં જણાવેલ કે, ફટાકડા ન ફોડવાનું જ્ઞાન આપતા લોકો અત્યારે જ કેમ જાગે છે? સનાતન ધર્મના તહેવારો ઉપર જ કેમ પ્રશ્ન કરે છે? હું તો ફટાકડા ફોડીશ, હોળી ઉપર રંગ ઉડાડી પાણી પણ ઉડાડું છું. મને વ્રજમાં વેંચાતા માંસ- મદિરા ઉપર પણ વાંધો છે, તો ત્યાં કેમ કંઇ નથી થતું.
કેટલાક લોકોએ પોતાના સ્વાર્થ ખાતર દિવાળીમાં પતા રમવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જે આપણી સંસ્કૃતિ નથી. ઓપરેશન સિંદુર પછીની આ પ્રથમ દિપાવલીએ લોકોએ એક દિવો શહિદો માટે અને એક દિવો ભારતીય સેના માટે જરૂર પ્રગટાવવો જોઇએ તેવી પણ તેમણે અપીલ કરી હતી.
આજના યુવા અંગે તેમણે જણાવેલ કે, હાલ પરિવારનું મહત્વ ઘટે છે ત્યારે તે આપણું કલ્ચર નથી. ભારતમાં પરિવારની પ્રમુખતા છે અને મર્યાદાઓ છે. આ એ દેશ છે જયાં પ્રભુશ્રી રામના ચરિત્રના ગુણગાન ગાવામાં આવે છે.
તેમણે અંતમાં જણાવેલ કે, તમે જો મુળ સંસ્કૃતિથી ભટકશો તો તમારો કે દેશનો બેડો પાર નહીં થાય. દિવાળી પ્રભુશ્રી રામ ઘરે આવ્યાનો ઉત્સવ છે. હનુમાનજીના સાધકોએ અંદર પણ પ્રભુ રામની ભકિતના દિવા પ્રગટાવવા જરૂરી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
