<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

બિહારનો કુખ્યાત 'આંખફોડ કાંડ': ૩૪ કેદીઓની આંખોમાં સોયો ભોંકી એસિડ નાખી અંધ બનાવી દેવાયા'તા

પોલીસે કાયદો હાથમાં લઈને આશરે ચોત્રીસ જેટલા કેદીઓને કાયમ માટે અંધ બનાવી દીધા હતા.

પટના: બિહારના ભાગલપુરનો કુખ્યાત 'આંખફોડવા કાંડ' ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વર્ષ ૧૯૭૯ અને ૧૯૮૦ દરમિયાન બનેલી આ અમાનવીય ઘટનામાં, પોલીસે કાયદો હાથમાં લઈને આશરે ચોત્રીસ જેટલા કેદીઓને કાયમ માટે અંધ બનાવી દીધા હતા. તાજેતરના અહેવાલો અને પત્રકાર અરુણ શૌરીના પુસ્તક 'ધ કમિશનર ફોર લોસ્ટ કોઝીસ'ના હવાલાથી ઘટસ્ફોટ થયો છે કે, પોલીસે કેદીઓની આંખોમાં સૂયા અથવા સાઇકલના સ્પોક્સ (સળિયા) જેવી તીક્ષ્ણ વસ્તુઓ ભોંકી અને ત્યારબાદ તેમાં તેજાબ (એસિડ) નાખી દીધું હતું.
આ ઘટનાને તે સમયે 'ઓપરેશન ગંગાજલ' નામ અપાયું હતું. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, તત્કાલીન કોંગ્રેસ સરકારે આ જધન્ય કૃત્ય કરનાર પોલીસકર્મીઓને સજા આપવાને બદલે પ્રોત્સાહનરૂપે ઘડિયાળો અને પૈસા ભેટમાં આપ્યા હતા. આ મામલો રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યો હતો અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

(8:12 PM IST)