<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

"ફોર્ચ્યુનર ગાડી ન આપતા મારી દીકરીને મારી નાખી": નિવૃત્ત સુબેદાર મેજરનો ગંભીર આરોપ

મૃતક યુવતીએ તેની માતાને ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, "હવે મારાથી વધુ ત્રાસ સહન નથી થઈ શકતો."

જયપુર: દહેજની પ્રથાએ વધુ એક દીકરીનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. એક નિવૃત્ત સુબેદાર મેજરે ગંભીર આરોપ લગાવ્યો છે કે સાસરિયા પક્ષે દહેજમાં ફોર્ચ્યુનર ગાડીની માંગણી પૂરી ન થતાં તેમની દીકરીની હત્યા કરી નાખી છે.
અહેવાલો મુજબ, મૃતક યુવતીએ તેની માતાને ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, "હવે મારાથી વધુ ત્રાસ સહન નથી થઈ શકતો."
આ ફરિયાદના આધારે પોલીસે યુવતીના પતિ અને સાસરિયા પક્ષ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(8:27 PM IST)