<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

પૂર્વ ડીજીપીના પુત્રનું શંકાસ્પદ મૃત્યુ; પિતા અને પત્ની સામે હત્યાની ફરિયાદ

તેણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, "મારી પત્નીના લગ્ન મારી સાથે નહીં, પણ મારા પિતા (ડેડ) સાથે થયા છે."

પંચકુલા (હરિયાણા): પંજાબના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) મોહમ્મદ મુસ્તફાના પાંત્રીસ વર્ષીય પુત્ર અકીલ અખ્તરનું સોળ ઓક્ટોબરના રોજ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. 
આ મામલે હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. અકીલે તેના મૃત્યુના થોડા સમય પહેલા ઓગસ્ટ માસમાં એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, "મારી પત્નીના લગ્ન મારી સાથે નહીં, પણ મારા પિતા (ડેડ) સાથે થયા છે."
અકીલે વીડિયોમાં તેના પિતા, માતા અને પત્ની પર તેની હત્યાનું ષડયંત્ર રચવાનો અને ડ્રગ્સના ઓવરડોઝમાં ફસાવી દેવાનો આરોપ લગાવ્યો હતો. 
આ વીડિયોના આધારે, હરિયાણા પોલીસે હવે પૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફા, તેમની પત્ની અને અન્ય લોકો વિરુદ્ધ હત્યા અને ગુનાહિત કાવતરાનો ગુનો (પ્રાથમિકી) નોંધીને તપાસ શરૂ કરી છે.



 

(10:27 PM IST)