<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

રશિયન તેલ મામલે ટ્રમ્પના દાવા પર કોંગ્રેસનો કેન્દ્ર સરકારને સવાલ: "પ્રધાનમંત્રી મૌની બાબા કેમ?"

છેલ્લા પાંચ દિવસમાં ટ્રમ્પે ત્રણ વખત દાવો કર્યો છે કે તેમના "સારા મિત્ર" વડાપ્રધાન મોદીએ તેમને રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવાનું વચન આપ્યું છે.

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા જયરામ રમેશે રશિયા પાસેથી તેલની આયાત અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં ટ્રમ્પે ત્રણ વખત દાવો કર્યો છે કે તેમના "સારા મિત્ર" વડાપ્રધાન મોદીએ તેમને રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવાનું વચન આપ્યું છે.

જયરામ રમેશે કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે પણ ટ્રમ્પ આવા દાવા કરે છે ત્યારે વડાપ્રધાન "મૌની બાબા" બની જાય છે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બંને નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી. તેમ છતાં, ટ્રમ્પ વારંવાર પોતાના દાવાઓ દોહરાવી રહ્યા છે, જેના કારણે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.


 

(10:29 PM IST)