હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હમાસના કબ્જામાં રહેલા જર્મન બંધકોને છોડાવવા બદલ ટ્રમ્પને જર્મન માનદ સીટીઝનશીપ આપવાનો પ્રસ્તાવ
ટ્રમ્પના દાદાનું મૂળ વતન બેડ ડ્યુર્કહાઇમ જિલ્લા પરિષદ સમક્ષ પ્રસ્તાવો મુકાયો છે: જ્યાંથી તેઓ ૧૯મી સદીના અંતમાં જર્મનીથી ન્યૂયોર્ક સ્થળાંતર કરી ગયા હતા.

બર્લિન/વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હમાસના કબજામાંથી આઠ જર્મન બંધકોને છોડાવવાના પ્રયાસોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ જર્મનીની 'આલ્ટરનેટિવ ફોર જર્મની' (એ.એફ.ડી.) પાર્ટી દ્વારા માનદ નાગરિકતા (ઓનરરી સિટિઝનશિપ) આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જર્મનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા બેડ ડ્યુર્કહાઇમ જિલ્લા પરિષદ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ જિલ્લો ટ્રમ્પના દાદાનું મૂળ વતન છે, જેઓ ૧૯મી સદીના અંતમાં અહીંથી ન્યૂયોર્ક સ્થળાંતર કરી ગયા હતા.
સ્થાનિક એ.એફ.ડી. જૂથના નેતા થોમસ સ્ટેફને જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ મૂકવા પાછળનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષમાં શાંતિ સ્થાપી અને ઈઝરાયેલ તેમજ આઠ જર્મન બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરી છે.
જર્મનીમાં પ્રસ્તાવની સ્થિતિ:
આ પ્રસ્તાવ પર જિલ્લા પરિષદની બેઠકમાં ૨૯ ઓક્ટોબરના રોજ ચર્ચા થવાની છે. જોકે, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની કન્ઝર્વેટિવ ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ (સી.ડી.યુ.) પાર્ટીના જિલ્લા વહીવટી અધિકારી હંસ-ઉલરિચ ઇહલેનફેલ્ડે શંકા વ્યક્ત કરી છે કે આ પ્રસ્તાવને બહુમતી મળવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે માનદ નાગરિકતા અંગે યોગ્ય માપદંડોના આધારે સંપૂર્ણ ચર્ચા થવી જરૂરી છે.
બંધકોની મુક્તિમાં ટ્રમ્પની ભૂમિકા:
તાજેતરમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધવિરામ અને બંધક મુક્તિ સોદામાં ટ્રમ્પે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કરારના ભાગરૂપે ૨૦ જીવિત બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં જર્મન નાગરિકતા ધરાવતા ચાર બંધકોનો પણ સમાવેશ થાય છે. આ પ્રયાસો બદલ ટ્રમ્પને ઈઝરાયેલમાં 'હીરો' તરીકે આવકારવામાં આવ્યા હતા અને તેમને ઈઝરાયેલના રાષ્ટ્રપતિના મેડલ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઈઝરાયેલી સંસદ (કન્સેટ)ના અધ્યક્ષે તો તેમને આગામી વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ નામાંકિત કર્યા છે.
જર્મન નાગરિકતા ધરાવતા કેટલાક બંધકોને મુક્ત કરવામાં આવ્યા હોવા છતાં, જર્મન દૂતાવાસના અંદાજ મુજબ, હજુ પણ કેટલાક જર્મન નાગરિકો ગાઝામાં હમાસના કબજામાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
