હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનને મહા ફટકો : લાલુ પ્રસાદ યાદવ ની આર્જેડીના ઉમેદવારનું નામાંકન રદ્દ
મોહનીયા સીટથી RJD ને ઝાટકો, શ્વેતા સુમનનું નામાંકન રદ્દ – કોર્ટ જવાની તૈયારી, UP-બિહાર વિસંગતતા પર વિવાદ

કૈમૂર : બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનને ( RJD) મોટો ઝટકો લાગ્યો છે. લાલુ યાદવની આરજેડી પાર્ટી મતદાન પહેલાં જ કૈમૂર જિલ્લાની મોહનિયા વિધાનસભા બેઠક હારી ગઈ છે. મોહનિયા બેઠકનું પ્રતિનિધિત્વ કરતી આરજેડી ઉમેદવાર શ્વેતા સુમનનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. તેમણે 2020ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લા તરીકે પોતાનું જન્મસ્થળ નોંધાવ્યું હતું, પરંતુ 2025ની ચૂંટણીમાં તે બિહારની રહેવાસી છે, જેના કારણે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. આજે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું.
RJD પ્રત્યાશી શ્વેતા સુમનનું મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું
આરજેડી પ્રત્યાશી શ્વેતા સુમને મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેમને આજે સ્ક્રુટીની માટે બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓ પહેલેથી જ લખીને રાખ્યું હતું. તેમણે કહ્યું કે તમારું નામાંકન રદ્દ કરવામાં આવે છે. તમે ઈચ્છો તો કોર્ટ જઈ શકો છો. શ્વેતા સુમને આરોપ લગાવ્યો કે અધિકારીઓ તેમની દલીલ સાંભળવા તૈયાર નથી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
