<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

ફટાકડાના ફોડ્યા વિના મહારાષ્ટ્રના આ ગામમાં છેલ્લા 11 વર્ષથી દિવાળીની થાય છે ઉજવણી

ગામવાસીઓ દ્વારા દિવાળીના ગાય, શ્વાન સહિત અન્ય પ્રાણીઓને ત્રાસ ન થાય એનું વિશેષ ધ્યાન રાખે છે.

મહારાષ્ટ્રનું એક ગામ એવું પણ છે કે જ્યાં દિવાળી તો ઉજવવામાં આવે છે પણ ફટાકડાના શોર બકોર વિના… મહારાષ્ટ્રના આ ગામમાં છેલ્લા 11 વર્ષથી દિવાળી આ જ રીતે ઉજવવામાં આવે છે અને આ પાછળનું કથા ખૂબ જ રંજક છે.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર તાલુકામાં આવેલું ચિંચણી ગામના લોકો દિવાળી દરમિયાન ફટાકડાં નથી ફોડતા. 65 પરિવાર અને 400 લોકોની વસ્તીવાળા આ ગામમાં એક પણ પરિવાર દિવાળી દરમિયાન ફટાકડાં નથી ફોડતો અને 11 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. ગામવાસીઓ દિવાળી તો ઉજવે છે પણ ફટાકડાંમુક્ત દિવાળી ઉજવવાનું પસંદ કરે છે.

આજથી 11 વર્ષ પહેલાં દિવાળી દરમિયાન ફોડવામાં આવેતા ફટાકડાનો અવાજ સહન ન કરી શકતા એક શ્વાન ગામના ખેતરમાં મૃત્યુ પામ્યો. આ ઘટનાને કારણે ગામવાસીઓ ચિંતામાં પડી ગયા. ગામવાસીઓએ તરત જ એક બેઠક બોલાવી અને આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે દિવાળી કે કોઈ પણ તહેવારની ઉજવણી દરમિયાન ગામવાસીઓ ફટાકડાં નહીં ફોડે.

એક દાયકા કરતાં પણ પહેલાં લેવામાં આવેલા આ નિર્ણયનું પાલન આજની પેઢી પણ કરે છે. ફટાકડાના અવાજને કારણે પાળેલા તેમ જ રખડતાં પ્રાણીઓને તેમ જ પંખીઓને પારાવાર ત્રાસ સહન કરવાનો વારો આવે છે. આ ગામ પ્રદૂષણમુકત દિવાળી, ખેતી તેમ જ પારંપરિક જીવનશૈલી માટે ખૂબ જ જાણીતું છે.

ગામમાં ભલે દિવાળી દરમિયાન ફટાકડાં ન ફોડવામાં આવતા હોય પણ તેમ છતાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધુમથી ઉજવવામાં આવે છે. દિવાળીમાં મોટી મોટી રંગોળી, કંદીલ, જમણવાર, વિવિધ નાસ્તા વગેરે બનાવવામાં આવે છે. આ સિવાય ગામવાસીઓ દ્વારા દિવાળીના ગાય, શ્વાન સહિત અન્ય પ્રાણીઓને ત્રાસ ન થાય એનું વિશેષ ધ્યાન રાખે છે.

 


 

(6:35 PM IST)