<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

તમિલનાડુના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત: ચેન્નઈ સહિત 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ચેન્નઈ, પુડુચેરી અને કરાઈકલ સહિતના શહેરોમાં ભારે વરસાદ વરસતા શાળા-કૉલેજોમાં રજા જાહેર

તમિલનાડુના અનેક વિસ્તારોમાં ચાલુ વરસાદને કારણે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ચેન્નઈ, પુડુચેરી અને કરાઈકલ સહિતના શહેરોમાં ભારે વરસાદ વરસતા શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેના કારણે ચેન્નઈ સહિત 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયામાં ન જવાની તાકીદ પણ આપવામાં આવી છે.

 


 

(7:27 PM IST)