હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનામાં હાહાકાર: સતત બીજા દિવસે ભાવ ગગડ્યા; બે દિવસમાં આઠ ટકાનો ઐતિહાસિક કડાકો
૨૦૧૩ બાદનો આ સૌથી મોટો બે દિવસીય ઘટાડો નોંધાયો; બજારમાંથી અઢી ટ્રીલીયન ડોલરનું ધોવાણ: રોકાણકારો ચિંતિત

નવી દિલ્હી: વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે પણ કડાકો બોલી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા બે જ કારોબારી દિવસોમાં, સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં કુલ મળીને આઠ ટકા જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. આ અચાનક આવેલા ઘટાડાથી બજાર મૂલ્યમાં અઢી ટ્રીલીયન ડોલરથી વધુનું જંગી ધોવાણ થયું હોવાના અહેવાલ છે. નિષ્ણાતોના મતે, વર્ષ બે હજાર તેર પછી સોનાના ભાવમાં જોવા મળેલો આ સૌથી મોટો બે દિવસીય ઘટાડો હોવાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે
બજારના વિશ્લેષકોના મતે, આ ભારે વેચવાલી પાછળ અનેક કારણો જવાબદાર છે.
* નફાવસૂલી: આ ઘટાડાનું મુખ્ય કારણ તાજેતરમાં જ સોનાના ભાવનું ઐતિહાસિક વિક્રમી સપાટીએ પહોંચવું છે. સોમવારના રોજ સોનાના ભાવ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા, ત્યારબાદ રોકાણકારોમાં નફો બુક કરવાની હોડ જામી હતી.
* વૈશ્વિક સંકેતો: અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપારિક તણાવમાં ઘટાડો થવાના સંકેતોએ પણ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે. બંને દેશો વચ્ચે વાટાઘાટોના સકારાત્મક અહેવાલો બાદ, રોકાણકારો 'સલામત રોકાણ' ગણાતા સોનામાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે.
* મજબૂત ડોલર: આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલર અન્ય ચલણો સામે મજબૂત બન્યો છે. ડોલર મજબૂત થવાથી અન્ય ચલણ ધરાવતા ખરીદદારો માટે સોનું મોંઘું બને છે, જેની સીધી અસર માંગ પર પડે છે અને ભાવો તૂટે છે.
હજુ વધુ ઘટાડાની આશંકા:
હાલની સ્થિતિ જોતાં, બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે. ટેક્નિકલ ચાર્ટ પર સોનું નબળું જણાઈ રહ્યું છે અને ટૂંકા ગાળા માટે બજારમાં અસ્થિરતા યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયદા બજારો દિવાળીના તહેવારો નિમિત્તે બંધ હતા, જેથી બજારો ખુલ્યા બાદ આંતરરાષ્ટ્રીય કડાકાની મોટી અસર સ્થાનિક ભાવો પર પણ જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
