હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં દિવાળીના ફટાકડાથી શ્વાસ રૂંધાયો, 'ગ્રીન ક્રેકર્સ'ના દાવા પોકળ; પરાલીને ક્લીન ચિટ

દિવાળીના તહેવાર બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ફરી એકવાર પ્રદૂષણની ઝેરી ચાદરમાં લપેટાઈ ગઈ છે. મંગળવાર અને બુધવારની સવાર સુધીમાં દિલ્હીના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' થી 'ખતરનાક' શ્રેણીમાં પહોંચી ગઈ હતી. દિવાળીની રાત્રે પ્રતિબંધો છતાં થયેલી ભયાનક આતશબાજીના કારણે લોકોએ શ્વાસ લેવામાં તકલીફ અને ગૂંગળામણની ફરિયાદ કરી હતી.
નિષ્ણાતોના મતે, આ વખતે પ્રદૂષણ માટે પંજાબ-હરિયાણામાં સળગતી પરાલી (ખેતરનો કચરો) જવાબદાર નથી. પ્રદૂષણમાં પરાલીનો હિસ્સો માત્ર એકથી બે ટકા જેટલો જ નહિવત નોંધાયો છે.
'ગ્રીન ફટાકડા' ફોડવાની મંજૂરીના દાવાઓ પણ કાગળ પર જ રહ્યા. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાનું પણ મોટાપાયે ઉલ્લંઘન થયું હતું. કેટલાક વિસ્તારોમાં પીએમ ૨.૫ નું સ્તર ૪૦૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરને પણ વટાવી ગયું હતું. ડોકટરોએ ચેતવણી આપી છે કે આવી હવામાં શ્વાસ લેવો એ દિવસની ૧૦ સિગારેટ પીવા બરાબર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
