શુભ મુહૂર્તમાં કેદારનાથ મંદિરના કપાટ શીતકાળ માટે બંધ : ભાઈબીજના પવિત્ર પર્વે સીએમ ધામીની હાજરીમાં વિધિવત સમાપન : છ મહિના સુધી બાબા કેદારની પૂજા ઓમકારેશ્વર મંદિર ઊખીમઠમાં થશે :જુઓ વિડીયો
હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં 'હર હર મહાદેવ'ના જયઘોષથી કેદારઘાટી ગુંજી ઉઠી : સવારે ૪ વાગ્યાથી વિશેષ પૂજાઓ બાદ ૮:૩૦ કલાકે મંદિરના કપાટ બંધ થયા : જીએમવીએનના હોટલોમાં ૫૦% ભાડાની છૂટની જાહેરાત

श्री केदारनाथ धाम के कपाट शीतकाल हेतु विधिवत रूप से हुए बंद।
— SDRF Uttarakhand Police (@uksdrf) October 23, 2025
आज दिनांक 23 अक्टूबर 2025 को पवित्र धाम श्री केदारनाथ मंदिर के कपाट शीतकाल हेतु विधिवत रूप से बंद कर दिए गए। #sdrfuttarakhandpolice #UttarakhandPolice #chardhamyatra #srikedar pic.twitter.com/M5AFq20vnu
કેદારનાથ, તા. ૨૩ ઓક્ટોબર: પવિત્ર ચારધામ યાત્રા અંતર્ગત કેદારનાથ મંદિરના કપાટ આજે ગુરુવારે ભાઈ બીજના શુભ અવસરે શીતકાળ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સવારે ૮:૩૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક પરંપરાઓ સાથે કપાટ બંધ કરવાની વિધિ સંપન્ન થઈ હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના જયઘોષથી સમગ્ર કેદારઘાટી 'હર હર મહાદેવ' અને 'જય બાબા કેદાર'ના નારાઓથી ગુંજી ઉઠી હતી.
આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. હવે આગામી છ મહિના સુધી બાબા કેદારની પૂજા-અર્ચના તેમના શીતકાલીન ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિર, ઊખીમઠ માં થશે.
કપાટ બંધ કરવાની વિશેષ વિધિ
કપાટ બંધ થવાના પ્રસંગે કેદારનાથ મંદિરને સુંદર ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. બુધવારે જ કેદારનાથ ભગવાનની ચલ વિગ્રહ પંચમુખી ડોળી ને મંદિરના સભામંડપમાં બિરાજમાન કરવામાં આવી હતી. કપાટ બંધ કરવાની પ્રક્રિયા આજે વહેલી સવારે ચાર વાગ્યાથી જ વિશેષ પૂજાઓ સાથે શરૂ કરી દેવામાં આવી હતી.
આજે સૌથી પહેલા કેદારનાથ ભગવાનની ચલવિગ્રહ પંચમુખી ડોળીને સભામંડપમાંથી બહાર લાવીને મંદિરની પરિક્રમા કરાવવામાં આવી હતી. ત્યારબાદ જયઘોષની વચ્ચે મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા હતા. બાબા કેદારની આ ડોળી આજે રાત્રિ રોકાણ માટે શ્રદ્ધાળુઓ સાથે રામપુર પહોંચશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉપરાંત બીકેટીસીના અધ્યક્ષ હેમંત દ્વિવેદી, ઉપાધ્યક્ષ ઋષિ પ્રસાદ સતી, વિજય કપ્રવાણ, કેદારસભાના અધ્યક્ષ પંડિત રાજકુમાર તિવારી, કેદારસભાના મંત્રી પંડિત અંકિત પ્રસાદ સેમવાલ, ધર્માધિકારી ઓમકાર શુક્લા, પૂજારી બાગેશ લિંગ, આચાર્ય સંજય તિવારી, અખિલેશ શુક્લા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શિયાળુ યાત્રા માટે ખાસ સુવિધાની જાહેરાત
ઉત્તરાખંડની શિયાળુ યાત્રાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે શ્રદ્ધાળુઓને જીએમવીએન (GMVN) ના હોટલોમાં રોકાણ કરવા પર ભાડામાં ૫૦% સુધીની છૂટ આપવામાં આવશે, સાથે જ ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
