<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

દેશના વાતાવરણમાં જબરદસ્ત પલટો :ક્યાંક બરફવર્ષા તો ક્યાંક ભારે વરસાદ : દિલ્હી-NCRમાં હવા ઝેરી બની

પહાડી વિસ્તારોમાં ભયાનક હિમવર્ષાથી તાપમાનનો પારો ગગડયો: દિલ્હી વાયુ પ્રદૂષણ અને ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું

નવી દિલ્હી :દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો છે, તો પહાડી વિસ્તારોમાં ભયાનક હિમવર્ષાથી તાપમાનનો પારો ગગડયો છે, તો દિલ્હી વાયુ પ્રદૂષણ અને ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે, જેના કારણે અહીં લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. 

ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં લાંબા સમય સુધી ભારે વરસાદ પડ્યો હતો. દિવાળી પહેલા જ હળવી ઠંડી પડી ગઈ હતી. હવે, તાપમાનમાં ફેરફાર થવા લાગ્યો છે. IMD એ સમગ્ર દેશ માટે હવામાનનું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં બનેલા દબાણના કારણે, હવામાન વિભાગે 23 થી 24 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ભારતમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે 

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ચેન્નાઈના ત્રણ મોટા બંધોમાંથી પાણી છોડવામાં આવ્યું છે કારણ કે જળાશયોના સ્તરમાં ઝડપથી વધારો થયો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ભારે ફેરફાર જોવા મળ્યો હતો. કુલ્લુમાં અને લાહૌલમાં સિઝનની બીજી હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાથી વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 

ભારતીય હવામાન વિભાગે 23 ઓક્ટોબરે દેશના દક્ષિણ ભાગ માટે ભારે વરસાદની એલર્ટ જાહેર કરી હતી. અધિકારીઓએ લોકોને મુસાફરી અને સાવધાની રાખવાની સૂચના આપી છે. હવામાન વિભાગે પ્રકાશમ, નેલ્લોર, કડપ્પા, અન્નમય, તિરુપતિ અને ચિત્તૂર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે

(7:46 PM IST)