હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોના-ચાંદીના ભાવમાં અચાનક ધડામથી તૂટી પડતાં રોકાણકારો ચિંતામાં મુકાયા
સોનામાં સીધો 9,000 રૂપિયાનો કડાકો અને ચાંદીમાં કિલોએ ₹24,000 રૂપિયાનું ગાબડું

સોના-ચાંદીના ભાવમાં અચાનક ધડામથી તૂટી પડતાં રોકાણકારો ચિંતામાં મુકાયા છે. દિવાળી પહેલાં MCX પર સોનાનો રેકોર્ડ ઉચ્ચ ભાવ ₹1,32,294 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો પરંતુ હવે તે ₹1,22,300 રૂપિયા થયો, એટલે કે સીધો 9,000 રૂપિયાનો ઘટાડો થયો. જો કે, MCX પર ગોલ્ડનો ભાવ ₹1855 વધીને ₹1,23,712 પર અટક્યો છે.
આ તરફ ચાંદીના ભાવ પણ નોંધપાત્ર રીતે ઘટ્યા છે, જે રોકાણકારો અને લગ્ન કે તહેવારમાં ખરીદી કરનારાઓ માટે ફાયદો કરાવી શકે. MCX પર ચાંદીનો રેકોર્ડ ભાવ ₹1,70,415 પ્રતિ કિલો હતો પરંતુ હવે તે ₹1,45,900 રૂપિયા થયો, એટલે ₹24,000 રૂપિયાનો ઘટાડો થયો
IBJA પર ચાંદી ₹1,51,200 પ્રતિ કિલો છે. ગુજરાતમાં દિવાળી દરમિયાન ચાંદીના સિક્કા લોકપ્રિય બન્યા છે, તેથી આ ઘટાડો મધ્યમ વર્ગને ફાયદો કરાવી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, બજારની હલચલ પર નજર રાખો અને બજેટને ધ્યાનમાં રાખીને ખરીદી કરો, જેથી તહેવારોની ખુશી બમણી થા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
