<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

ભાષા વિવાદઃ ફરી ઘર્ષણઃ 'મુંબઇ ઉતર, પછી દેખાડું તને....', મરાઠી ભાષાને લઇ ફ્લાઇટમાં મહિલાનું યુપ્ટયુબર સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન

એર ઇન્‍ડિિયાની કોલકતાથી મુંબઇ જતી ફલાઇટમાં વિવાદાસ્‍પદ ઘટના

મુંબઇઃ મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI676 પર ખૂબ જ ગંભીર અને વિવાદાસ્પદ ઘટના બની છે. વીડિયો અનુસાર, કોલકાતા થી મુંબઈ જતી ફ્લાઇટમાં એક યુટ્યુબર અને એક મહિલા મુસાફર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલાએ યુટ્યુબરને એવી વાત પૂછી લીધી કે , જેના કારણે આ વીવાદ વધારે ગંભીર બની ગયો છે.

યુટ્યુબરે મહિલા સાથે જે પણ બોલાચાલી થઇ તેને રોકોર્ડ કરીને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યો હતો. વીડિયો થોડા જ સમયમાં ખૂબ જ વાયરલ થઇ ગયો , તો તેમાં મહિલા કહે છે કે, "જો તમે મુંબઈ જવા માંગો છો, તો તમારે મરાઠી બોલવી પડશે."યુટ્યુબર મરાઠી ન આવડતી હોવાનું જણાવે છે, તો મહિલાએ જવાબ આપ્યો, "મુંબઈ ઉતરી જા અને પછી હું તને બતાવીશ કે અસભ્યતા શું હોય છે."

 

આ બાદ યુટ્યુબરે વીડિયોના અંતમાં જણાવ્યું કે આ ઘટના ફક્ત તેના વિષે નથી, પણ તે “એવા માનસિકતા વિશે છે જે ખતરનાક રીતે સામાન્ય બની રહી છે. કોઈ વ્યક્તિને ભાષા પર દબાણ ના થવું જોઈએ અને કોઈને ધમકી નહીં આપવામાં આવવી જોઈએ.”

વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે યુટ્યુબર 16A સીટ પર બેઠો હતો અને મહિલાએ શરુઆત કરી હતી કે તે મરાઠી બોલે નહિ તો ફ્લાઇટ છોડવી પડશે. બાદમાં, યુટ્યુબર શાંતિથી પૂછે છે કે શું આ અસભ્યતા છે, ત્યારે મહિલા વધુ તણાવ ભર્યો જવાબ આપે છે. વિડિયો પોસ્ટ કર્યા પછી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સએ એર ઇન્ડિયાને ટ્વીટ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કઈંક લોકોએ વિવાદ પર શંકા પણ વ્યક્ત કરી છે અને પૂછી રહ્યા છે કે સમગ્ર ઘટના સાચી છે કે કેમ.

વિડિયો પર ટિપ્પણીઓમાં ચર્ચા વાઇરલ થઈ છે. કેટલીક ટિપ્પણીઓમાં મહિલા હ્યુન્ડાઈ શર્ટમાં જોવા મળે છે, જેના કારણે કંપનીઓની જવાબદારી પણ ચર્ચામાં છે. જોકે, મોટાભાગના લોકોનું માનવું છે કે કોઈપણ મુસાફરે ફક્ત અલગ ભાષા બોલવાને કારણે અસુરક્ષિત કે અપમાનિત અનુભવવો નહિ જોઈએ.

(12:03 PM IST)