News of Friday, 24th October 2025
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે ગ્રામિણ ડાક સેવક સંમેલન યોજાયું
કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ રાજ્યોના ગ્રામિણ ડાક સેવકોએ ભાગ લીધો હતો.

નવી દિલ્હી : કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે ગ્રામિણ ડાક સેવક સંમેલન યોજાયું હતું. જેને મંત્રીએ દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા વિસ્તારના વિવિધ વિભાગોમાંથી આશરે 600 ગ્રામિણ ડાક સેવકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ રાજ્યોના ગ્રામિણ ડાક સેવકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે જેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ઇશ્યુ, આરપીએલઆઇ પ્રીમિયમ વસૂલી, ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર ડાક લેખોની સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે. એવા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગ્રામિણ ડાક સેવકોને સન્માન પત્ર, સ્મૃતિભેટ અને લાલ જેકેટ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યાં હતા અને ડાક સેવકો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે ડાક સેવાએ જન સેવા છે. વિવિધ પ્રકારના જે એલાઉન્સ મળતા ન હતા તેમને ભારત સરકારે આપ્યા છે. ટપાલી ભારતના પરિવારનો સદસ્ય છે જે ઘર ઘર જઈને ટપાલ સાથે પ્રેમ ભાવના વહેચે છે. એમના સંતાનોને કેન્દ્ર વિધ્યાલયમાં પ્રવેશ મળતો થયો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના, વૃદ્ધ પેન્શન યોજના પરિવાર માટે આશિર્વાદ રૂપ પૂરવાર થઈ છે. 1,65,000 ભારતમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે જે વિશ્વના કોઇ પણ દેશ કરતાં સૌથી વધુ છે. એક વર્ષમાં 7 કરોડ પોસ્ટ પાર્સલનો વિક્રમ ધરાવે છે. 62 કરોડ સ્પીડ પોસ્ટ, 94 કરોડ મેઈલ સૌથી વધુ ખાતા 1.20 કરોડ, 15 કરોડ આધાર બનાવ્યા, પાસ પોર્ટ સેવા કેન્દ્ર 450 આવેલા છે.
તેમણે જણાવ્યું હતું કે આ સંમેલનનો હેતુ ગ્રામિણ ડાક સેવકો (GDS)ની સેવા ભાવના અને સમર્પણનો ઉત્સવ મનાવવાનો તથા ગ્રામિણ ભારતમાં ડાક, બેન્કિંગ અને વીમા સેવાઓના વિસ્તરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવાનો છે.
આ કાર્યક્રમમાં વડોદરા વિસ્તારના વિવિધ વિભાગોમાંથી આશરે 600 ગ્રામિણ ડાક સેવકો ભાગ લેશે. મંત્રી સિંધિયા સેવકો સાથે સંવાદકરી તેમને પ્રેરિત કર્યાં હતા અને નાગરિક કેન્દ્રિત, આધુનિક ડાક નેટવર્ક માટેની પોતાની દ્રષ્ટિ શેર કરી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગ્રામિણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ઇશ્યુ, આરપીએલઆઇ પ્રીમિયમ વસૂલી, ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર ડાક લેખોની સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે.
વધુ માં જણાવ્યું છે કે આ સંમેલન સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે, જેના અંતર્ગત ભારત ડાક વિભાગને ગ્રામિણ ભારતમાં શાસનના પ્રવેશ દ્વાર તરીકે મજબૂત બનાવવામાં આવી રહ્યો છે, જેથી દરેક ડાકઘર નાગરિક કેન્દ્રિત સેવાઓનું મુખ્ય કેન્દ્ર બની શકે. મંત્રીએ જાતે સ્ટેજ પરથી નીચે ઉતરી ડાક સેવકો અને લોકોની વચ્ચે આવીને જનતાને સંબોધી હતી.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
