<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનું ૯૩ વર્ષની વયે નિધન: રાજકીય પ્રભાવ ધરાવતા 'ગરીબોના મસીહા'એ અંતિમ શ્વાસ લીધા

બેંગકોક: થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનું શુક્રવારે ૯૩ વર્ષની વયે બેંગકોકની એક હોસ્પિટલમાં નિધન થયું છે. શાહી પરિવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજમાતા સિરિકીત સ્વર્ગસ્થ રાજા ભૂમિબોલ અદુલ્યાદેજના પત્ની અને વર્તમાન રાજા મહા વજિરાલોંગકોર્ન ના માતા હતા.

થાઈલેન્ડમાં તેમના નિધનથી શોકનો માહોલ છે. 

૧૭મી ઓક્ટોબરથી તેઓ લોહીના ચેપને કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેમની તબિયત સુધરી રહી નહોતી. સિરિકીત તેમના પરોપકારી કાર્યો અને ગરીબો માટેના પ્રોજેક્ટ્સને કારણે દેશમાં 'ગરીબોના મસીહા' તરીકે ખૂબ લોકપ્રિય હતા. 

 

જોકે, તેમની સફર રાજકીય વિવાદોથી પણ દૂર નહોતી રહી. તેમના નિધનથી થાઈલેન્ડના રાજકારણ અને સમાજ પર લાંબો સમય પ્રભાવ પાડનાર એક યુગનો અંત આવ્યો છે.

(10:39 AM IST)