News of Saturday, 25th October 2025
દિલ્હી પોલીસે આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું, 'સુસાઇડ એટેક'ની તાલીમ લેતા બે આતંકવાદી ઝડપાયા

નવી દિલ્હી: દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે રાજધાનીમાં આતંકવાદી હુમલો કરવાનું એક મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે બે શકમંદ આતંકવાદીઓ, મોહમ્મદ અદનાન (દિલ્હીનો રહેવાસી) અને અદનાન ખાન (ભોપાલનો રહેવાસી),ની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ બંને શખ્સો આત્મઘાતી હુમલા (સુસાઇડ એટેક) ની તાલીમ લઈ રહ્યા હતા.
આતંકવાદી જૂથ દ્વારા તેમને દિલ્હીમાં મોટા હુમલા માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરીને તેમની પાસેથી હુમલા સંબંધિત વિગતો અને સાધનસામગ્રી જપ્ત કરી છે.
દિલ્હી પોલીસ હવે આતંકવાદીઓના નેટવર્ક અને તેના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે. આ ધરપકડથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
