News of Saturday, 25th October 2025
ભારતમાં ૬ મહિનામાં રૂ.૧૫૦૦ કરોડનું ઓનલાઈન ફ્રોડ: રોકાણના નામે ૩૦,૦૦૦થી વધુ લોકો છેતરાયા
ચેતવણી: બેંગલુરુ, દિલ્હી-NCR અને હૈદરાબાદ બન્યા 'સાયબર ફ્રોડ'ના હોટસ્પોટ; ૬૫% કેસ આ ત્રણ મહાનગરોમાં નોંધાયા, દિલ્હીમાં સરેરાશ ૮ લાખનું સૌથી મોટું નુકસાન!

નવી દિલ્હી: ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C) ના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, ભારતમાં ઓનલાઈન રોકાણ ફ્રોડનો ગ્રાફ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા ૬ મહિનામાં દેશભરના ૩૦,૦૦૦ થી વધુ લોકો સાથે રોકાણના નામે ₹૧૫૦૦ કરોડ ની માતબર રકમની નાણાકીય છેતરપિંડી થઈ છે.
ગૃહ મંત્રાલયની સાયબર શાખાના આ રિપોર્ટ મુજબ, આ કૌભાંડનો શિકાર બનેલા લોકોમાં ૬૫ ટકા કેસ માત્ર ત્રણ મહાનગરોમાં નોંધાયા છે, જે સાયબર ક્રાઇમ માટેના મુખ્ય કેન્દ્રો બન્યા છે:
આ આંકડા દર્શાવે છે કે ટેક-સેવી અને આર્થિક રીતે સક્ષમ આ શહેરોના લોકોને સરળતાથી નિશાન બનાવવામાં આવ્યા છે.
કૌભાંડનો શિકાર બનેલા લોકોમાં ૭૬ ટકાથી વધુ લોકો ૩૦ થી ૬૦ વર્ષની કામકાજી વય જૂથ ના છે. સ્કેમર્સ જાણે છે કે આ વયના લોકો પાસે રોકાણ રૂ.કરવા માટે નાણાં હોય છે અને તેઓ ઝડપી નાણાકીય વૃદ્ધિની આકાંક્ષાઓ ધરાવે છે. વરિષ્ઠ નાગરિકો (૬૦ વર્ષથી વધુ) પણ છૂટ્યા નથી, જેમાંથી ૮.૬૨ ટકા (લગભગ ૨૮૨૯ લોકો) છેતરાયા છે.
સાયબર અપરાધીઓ મેસેજિંગ એપ્સનો મુખ્યત્વે ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવી એપ્સ આશરે ૨૦% કેસ માટે જવાબદાર છે. તેમની એન્ક્રિપ્ટેડ પ્રકૃતિ અને ગ્રુપ બનાવવાની સરળતા સ્કેમર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ઓનલાઈન રોકાણની લોભામણી યોજનાઓ સામે સામાન્ય નાગરિકોએ અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
