<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

મહાપર્વ છઠ આજથી શરૂ: સંતાનોના સુખ-સમૃદ્ધિ માટે ૪ દિવસનું કઠિન વ્રત

નહાય-ખાય વિધિ સાથે પવિત્રતાનો પ્રારંભ; સૂર્યદેવ અને છઠી મૈયાની વિશેષ પૂજા: જાણો સૂર્યાસ્ત અને સૂર્યોદયના અર્ઘ્યની સંપૂર્ણ પદ્ધતિ.

નવી દિલ્હી: ભારતના સૌથી પવિત્ર અને કઠિન તહેવારોમાંનો એક એવો છઠ મહાપર્વ આજથી, શનિવાર, ૨૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ ચાર દિવસીય તહેવાર મંગળવાર, ૨૮ ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. મહિલાઓ સંતાનોના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે સૂર્યદેવતા અને છઠી મૈયાની આરાધનામાં લીન થશે.
શાસ્ત્રો અનુસાર, કાર્તિક મહિનામાં સૂર્ય તેની નીચલી રાશિમાં હોય છે, તેથી આ મહિનામાં સૂર્યદેવની વિશેષ પૂજાનું મહત્ત્વ છે. છઠી મૈયાને બાળકોના રક્ષક, સમૃદ્ધિ અને પરિવારનું કલ્યાણ કરનાર દેવી માનવામાં આવે છે.
પહેલો દિવસ : ૨૫ ઓક્ટોબર : નહાય-ખાય : શરીર અને મનની શુદ્ધિ માટે પવિત્ર જળાશયમાં સ્નાન, સાત્વિક ભોજન લેવું.
બીજો દિવસ : ૨૬ ઓક્ટોબર : ખરણા (લોહંડા) : આખો દિવસ નિર્જળા વ્રત, સાંજે ખાસ પ્રસાદ બનાવી છઠી મૈયાને અર્પણ કરવો. :
ત્રીજો દિવસ : ૨૭ ઓક્ટોબર : સંધ્યા અર્ઘ્ય : અસ્ત થતા સૂર્ય (અષ્ટચલગામી સૂર્ય) ને અર્ઘ્ય અર્પિત કરવું. :
ચોથો દિવસ : ૨૮ ઓક્ટોબર : ઉષા અર્ઘ્ય : ઉગતા સૂર્યને જળ અર્પિત કરીને ૩૬ કલાકના ઉપવાસનું સમાપન કરવું. :
છઠના પહેલા દિવસે ભક્તો ગંગા, નદી કે અન્ય પવિત્ર જળાશયમાં સ્નાન કરી શુદ્ધ કપડાં ધારણ કરે છે. આ દિવસે સંપૂર્ણ સ્વચ્છતા જાળવવામાં આવે છે.
 ભોજન માત્ર એક જ વાર લેવામાં આવે છે, જેને "નહાય-ખાય પ્રસાદ" કહે છે.
 પ્રસાદ કાંસા કે પિત્તળના વાસણોમાં અને માટીના ચૂલા પર કેરીના લાકડા કે ગાયના છાણના ખોળથી રાંધવામાં આવે છે.
 મુખ્ય ભોજનમાં કોળાની કઢી, ચણાની દાળ અને સાદા ચોખા નો સમાવેશ થાય છે.
ભક્તો આ વિધિ દ્વારા આગામી ત્રણ દિવસ માટે પવિત્રતા, સંયમ અને ભક્તિનું કડક પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે.

(11:03 AM IST)