News of Saturday, 25th October 2025
બિહારના ચૂંટણી જંગમાં ગુજરાતના ૮ MP-MLA: ભાજપે ગુજરાતી નેતાઓને 'માઈક્રો મેનેજમેન્ટ'ની મોટી જવાબદારી સોંપી
દરેક નેતાને ૨-૨ બેઠકોની જવાબદારી: LJP સાથેના ગઠબંધનવાળી બેઠકો પર ખાસ ફોકસ; ૮ ગુજરાતી દિગ્ગજો ૧૪ નવેમ્બરની જીત માટે રણનીતિ બનાવશે.

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર વધુ ધારદાર બનાવવા અને માઇક્રો મેનેજમેન્ટ દ્વારા મતદારો સુધી પહોંચવા માટે ગુજરાત ભાજપે એક મોટી રણનીતિ ઘડી છે. પક્ષે ગુજરાતના આઠ જેટલા સાંસદો અને ધારાસભ્યો ને ખાસ જવાબદારી સોંપીને બિહાર મોકલ્યા છે.
ભાજપની સ્ટ્રેટેજી મુજબ, આ તમામ ૮ નેતાઓને બિહારમાં ૨-૨ વિધાનસભા બેઠકો ની જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓ તેમની સાથે ૨૦ થી વધુ કાર્યકર્તાઓની ટીમ લઈને ગયા છે, જેઓ સ્થાનિક કાર્યકરો સાથે મળીને બૂથ સ્તરે માઈક્રો મેનેજમેન્ટ પર કામ કરશે.
ખાસ વાત એ છે કે, જે બેઠકો પર ભાજપનું LJP (લોક જનશક્તિ પાર્ટી) સાથે ગઠબંધન છે, તેની જવાબદારી આ ગુજરાતી નેતાઓને સોંપવામાં આવી છે, જેથી ગઠબંધનનું મતદાન વધુ શક્તિશાળી બની શકે.
બિહાર મોકલાયેલા ગુજરાતના ૮ અગ્રણી નેતાઓ:
નેતાનું નામ : પદ અને વિસ્તાર :
અમૂલ ભટ્ટ : ધારાસભ્ય - મણિનગર :
દિનેશ કુશવાહ : ધારાસભ્ય - બાપુનગર :
દિનેશ મકવાણા : સાંસદ - અમદાવાદ પશ્ચિમ :
અમિત ઠાકર : ધારાસભ્ય - વેજલપુર :
પ્રવીણ માળી : ધારાસભ્ય - ડીસા :
અનિરુદ્ધ દવે : ધારાસભ્ય - માંડવી :
દેવુસિંહ ચૌહાણ : સાંસદ :
ગણપત વસાવા : ધારાસભ્ય - માંગરોળ (ST) :
ચૂંટણીનું સમયપત્રક:
બિહારમાં ૪૦ દિવસ સુધી ચાલનારી ચૂંટણી પ્રક્રિયા બે તબક્કામાં યોજાશે:
પ્રથમ તબક્કો: ૬ નવેમ્બર (૧૨૧ બેઠકો)
બીજો તબક્કો: ૧૧ નવેમ્બર (૧૨૨ બેઠકો)
સમગ્ર રાજ્યના રાજકીય ભવિષ્યનો ફેંસલો ૧૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
