<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

રેલ્‍વેની વેબસાઇટ ડાઉનઃ રેલ્વેની ટિકિટ બુક ના થતા લોકો પરેશાન

આઇઆરસીટીસીએ ડાઉન ટાઇમનો સામનો કરવો પડ્યોઃ લોકોએ સોશ્‍યલ મીડીયા ઉપર ગુસ્‍સો ઠાલવ્‍યો

નવી દિલ્‍હીઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ થોડા સમય માટે ડાઉનટાઇમનો સામનો કરવો પડ્યો હતો. દિવાળી અને છઠ્ઠ પૂજા પહેલા ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરતા હજારો યૂઝર્સ પરેશાન થયા હતા. વેબસાઇટ પર એક મેસેજ બતાવતું હતું કે આ સાઇટ અત્યારે પહોંચની બહાર છે કૃપયા થોડા સમય પછી પ્રયાસ કરો. દિવાળી પહેલા પણ આ રીતની સમસ્યા જોવા મળી હતી.

દિવાળીની રજામાંથી પરત ફરવા અને છઠ પૂજા માટે જતા લોકોને તત્કાલ ટિકિટ બુકિંગ કરવામાં સમસ્યા આવી હતી. માનવામાં આવે છે કે સવારે બુકિંગ શરૂ થતા જ મુસાફરોની મોટી સંખ્યાએ સાઇટ પર દબાણ આવ્યું હતું જેને કારણે સિસ્ટમ ક્રેશ થઇ ગઇ હતી. આ કારણે IRCTCની વેબસાઇટ ડાઉન થઇ હતી.

સોશિયલ મીડિયા પર પરેશાન યૂઝર્સે સાઇટ ડાઉન કે એરર મેસેજના સ્ક્રીનશોટ શેર કર્યા હતા.

(12:28 PM IST)