News of Saturday, 25th October 2025
દિલ્હીના CM રેખા ગુપ્તાની છઠ પર્વ માટે મોટી જાહેરાત: સોમવાર (૨૭ ઓક્ટોબર) ના રોજ જાહેર રજા જાહેર
દિલ્હી સરકારની તમામ શાળાઓ, કોલેજો અને કચેરીઓ બંધ રહેશે: છઠના સૌથી મહત્ત્વપૂર્ણ 'સંધ્યા અર્ઘ્ય'ના દિવસને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ નિર્ણય લીધો.

નવી દિલ્હી: દિલ્હીમાં વસતા અને છઠ મહાપર્વની ઉજવણી કરી રહેલા લોકો માટે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક મહત્ત્વપૂર્ણ ખુશખબર આપી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે ચાર દિવસીય છઠ તહેવારના સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા ત્રીજા દિવસ, સોમવાર (૨૭ ઓક્ટોબર) ના રોજ જાહેર રજા રહેશે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે છઠના ત્રીજા દિવસે ભક્તો નદીઓ કે તળાવોના કિનારે સૂર્યાસ્ત સમયે અસ્ત થતા સૂર્ય ભગવાનને પ્રાર્થના (સંધ્યા અર્ઘ્ય) કરે છે. આ વિધિની તૈયારીઓ વહેલી સવારથી શરૂ થઈ જાય છે. લોકોની સગવડતાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
આ જાહેર રજાને કારણે દિલ્હી સરકાર હેઠળની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ભક્તોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે છઠ એ પ્રકૃતિને સમર્પિત તહેવાર છે, જે શ્રદ્ધા, ભક્તિ અને સ્વચ્છતા નું પ્રતીક છે. આ તહેવાર પ્રકૃતિ, પાણી અને સૂર્યની પૂજા દ્વારા પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ આપે છે.
મુખ્યમંત્રીએ ખાતરી આપી કે દિલ્હી સરકારે તમામ છઠ ઘાટ પર સ્વચ્છતા, સુરક્ષા અને અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરી છે, જેથી ભક્તો શાંતિથી તેમની ધાર્મિક વિધિઓ કરી શકે. આ વર્ષે છઠ પર્વ ૨૫ થી ૨૮ ઓક્ટોબર સુધી ઉજવાશે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
