News of Saturday, 25th October 2025
નાગપુર: મોટી દુર્ઘટના ટળી! ટેકઓફ થતા જ એર ઇન્ડિયાની ફ્લાઇટ પક્ષી સાથે અથડાઈ, પાયલટની સમજદારીથી યાત્રીઓના જીવ બચ્યા!
એર ઇન્ડિયાએ ભવિષ્યમાં આવા બનાવોને ટાળવા માટે તમામ સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું: પાયલટની સમયસરની કાર્યવાહીથી આજે એક મોટી દુર્ઘટના ટળી

નાગપુર : નાગપુર-દિલ્હી AI466 ફ્લાઇટ ટેકઓફના ગણતરીના સમયમાં જ પક્ષી સાથે ભટકાઈ, સલામત ઉતરાણ પછી ફ્લાઇટ રદ કરાઈ
નાગપુર: નાગપુરથી દેશની રાજધાની દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI466માં આજે એક મોટો બનાવ બનતા-બનતા રહી ગયો. ફ્લાઇટે નાગપુર એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાના તરત જ તે એક પક્ષી સાથે જોરદાર ટકરાઈ હતી.
પાયલટે તરત જ વિમાન પાછું વાળ્યું!
પક્ષી અથડાવાની ઘટનાની જાણ થતાં જ, પાયલોટે સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કર્યું. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમણે તરત જ વિમાનને નાગપુર એરપોર્ટ પર પાછું લાવવાનો બહાદુરીભર્યો અને સમયસૂચક નિર્ણય લીધો.
તમામ મુસાફરો સુરક્ષિત: ફ્લાઇટ રદ
એરલાઇન દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, વિમાનનું નાગપુર એરપોર્ટ પર સલામત ઉતરાણ થયું છે અને વિમાનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
વિમાનને ત્યારબાદ વિગતવાર જાળવણી (મેઇન્ટેનન્સ) નિરીક્ષણ માટે લઈ જવામાં આવ્યું હતું. નિરીક્ષણ અને જરૂરી સમારકામમાં વધુ સમય લાગવાની સંભાવનાને કારણે, આ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું કે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરોને તાત્કાલિક સહાય, ભોજન અને અન્ય આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. એરલાઇને મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી છે અને ભવિષ્યમાં આવા બનાવોને ટાળવા માટે તમામ સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. પાયલટની સમયસરની કાર્યવાહીથી આજે એક મોટી દુર્ઘટના ટળી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
