<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

એન્ટીલિયા જ નહીં મુકેશ અંબાણી યુકે- ન્યુયોર્ક અને દુબઈમાં શાનદાર 5 લક્ઝરી પ્રોપર્ટીઝના માલિક છે

કુલ આશરે ₹9.5 લાખ કરોડની સંપત્તિ અને ભવ્ય જીવનશૈલી માટે જાણીતા અંબાણીએ રિયલ એસ્ટેટમાં ભારે રોકાણ કર્યું છે અને વિશ્વભરમાં અસંખ્ય મોંઘી મિલકતો છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર તેમની અંદાજિત કુલ સંપત્તિ આશરે ₹9.5 લાખ કરોડ છે. તેમની ભવ્ય જીવનશૈલી માટે જાણીતા અંબાણીએ રિયલ એસ્ટેટમાં ભારે રોકાણ કર્યું છે અને વિશ્વભરમાં અસંખ્ય મોંઘી મિલકતોના માલિક છે.

અંબાણી પાસે અનેક પ્રીમિયમ મિલકતો છે, જેમાં મુંબઈમાં ₹15,000 કરોડના એન્ટિલિયા (ભારતનું સૌથી મોંઘુ ઘર)થી લઈને દુબઈમાં એક વૈભવી બીચફ્રન્ટ વિલા સુધીનો સમાવેશ થાય છે. ચાલો આ મિલકતો પર એક નજર કરીએ.

વર્ષ 2021 માં મુકેશ અંબાણીએ યુકેના બકિંગહામશાયરમાં સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબ ખરીદ્યું હતુ. આ 900 વર્ષ જૂની મિલકતમાં 49 બેડરૂમ, 27-હોલ ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ અને 14 એકર ખાનગી બગીચા છે. આ સોદો રૂપિયા 590 કરોડથી વધુમાં થયો હતો.

મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણી માટે દુબઈના પામ જુમેરાહમાં ₹640 કરોડથી વધુ કિંમતનો 3,000 ચોરસ ફૂટનો વૈભવી વિલા ખરીદ્યો. આ બીચ-સાઇડ વિલામાં દસ બેડરૂમ,એક મોટો ડાઇનિંગ એરિયા, ઇન્ડોર અને આઉટડોર પૂલ,એક ખાનગી સ્પા અને સલૂન છે.

મુકેશ અંબાણીએ ન્યૂ યોર્કના મેનહટનમાં મેન્ડરિન ઓરિએન્ટલ હોટેલ આશરે ₹810 કરોડમાં ખરીદી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હોટલનું આશરે ₹955 કરોડનું દેવું પણ ચૂકવી દીધું હતું, જેનાથી કુલ સોદાનું મૂલ્ય આશરે ₹2,000 કરોડ થયું હતું.

મુકેશ અંબાણીએ દુબઈમાં લગભગ ₹1,350 કરોડમાં બીચફ્રન્ટ પરની એક મોંઘી મિલકત ખરીદી હતી. અંબાણીએ કુવૈતી ઉદ્યોગપતિ મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી પામ જુમેરાહમાં આ મોંઘો વિલા ખરીદ્યો હતો.આ વિલા તેમની અન્ય મિલકતોની નજીક આવેલો છે.

મુકેશ અંબાણીએ તાજેતરમાં ન્યૂ યોર્ક શહેરના ટ્રિબેકા વિસ્તારમાં આશરે ₹153 કરોડમાં એક મકાન ખરીદ્યું. ટ્રિબેકામાં 11 હ્યુબર્ટ સ્ટ્રીટ પર આવેલી આ ઇમારત 10 વર્ષથી ખાલી હતી. જોકે અગાઉના માલિકોએ તેને એક પરિવારના મકાનમાં રૂપાંતરિત કરવાની ભવ્ય યોજના બનાવી હતી.

આ પહેલાં ઓગસ્ટ 2023માં અંબાણીએ મેનહટનના વેસ્ટ વિલેજમાં પોતાનું ઘર $9 મિલિયનમાં વેચી દીધું હતું.

(9:51 PM IST)