હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રિલાયન્સની એઆઇમાં એન્ટ્રીઃ આરઆઇએલ અને મેટાએ મર્યુ ૮૫૫ કરોડનું રોકાણ
RIL એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિગમાં જણાવ્યું કે, REILમાં રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ ૭૦ ટકા હિસ્સો અને ફેસબુક બાકીનો ૩૦ ટકા હિસ્સો ધરાવશે

મુંબઈ તા.૨૭: વેપારના દરેક ક્ષેત્રમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું રોકાણ જોવા મળે છે. હવે AIમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના ડગ ભર્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક. વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે એક મોટું સંયુક્ત સાહસ સ્થાપિત થવા જઈ રહ્યું છે. મેટાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ફેસબુક ઓવરસીઝ ઇન્ક., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ લિમિટેડ (REIL)માં ૩૦ ટકા હિસ્સો હસ્તગત કરશે.
રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ દ્વારા ભારતમાં રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ લિમિટેડ (REIL)ની રચના કરવામાં આવી છે. REILનો ઉદ્દેશ્ય AI સેવાઓનો વિકાસ, માર્કેટિગ અને વિતરણ કરવાનો છે. રિલાયન્સ ઇન્ટેલિજન્સ અને ફેસબુકે સંયુક્ત રીતે આ નવા સાહસમાં રૂ. ૮૫૫ કરોડનું રોકાણ કર્યું છે.
REILની રચનાની જાહેરાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ આવી છે. જ્ળ્૨૫-૨૬ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં ૯.૬ ટકાનો વધારો થયો છે. બીજા ક્વાર્ટરના આંકડાઓ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને રૂ. ૧૮,૧૬૫ કરોડનો ચોખ્ખો નફો થયો છે.
ઉલ્લેખનીય છે કે, રિટેલ અને ટેલિકોમ વ્યવસાયોમાં મજબૂત પ્રદર્શન તેમજ ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) સેગમેન્ટમાં સુધારાને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. જોકે, વર્તમાન સ્ટોક સ્તરે વધેલા નુકસાનને કારણે, કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે ૩૩ ટકા ઘટીને રૂ. ૧૮,૧૬૫ કરોડ થયો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ આંકડો રૂ. ૨૬,૯૯૪ કરોડ હતો.(૩૮.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
