<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

૨૫ અફઘાન સૈનિકો માર્યા ગયાનો પાકિસ્‍તાનનો દાવોઃ બંને દેશો વચ્‍ચેની શાંતિ મંત્રણા જોખમમાં

અફઘાન સરહદે ધમાસણઃ પ પાકિસ્‍તાની સૈનિકો માર્યા ગયા

નવી દિલ્‍હીઃ અફઘાનિસ્‍તાન-પાકિસ્‍તાન શાંતિ વાટાઘાટો વચ્‍ચે, સરહદ પર ગોળીબાર ફરી શરૂ થઈ ગયો છે. પાકિસ્‍તાની સેનાએ દાવો કર્યો છે કે અફઘાનિસ્‍તાન તરફથી ઘૂસણખોરીના પ્રયાસમાં પાંચ  સૈનિકો માર્યા ગયા છે. જયારે જવાબી ગોળીબારમાં ૨૫ અફઘાન સૈનિકો માર્યા ગયાનો દાવો કર્યો છે. અફઘાનિસ્‍તાન-પાકિસ્‍તાન સરહદ પર આ અથડામણ શુક્રવાર અને શનિવારે કુર્રમ અને ઉત્તર વઝીરિસ્‍તાન વિસ્‍તારોમાં થઈ, જ્‍યારે બંને દેશોના પ્રતિનિધિઓ તુર્કીના ઇસ્‍તંબુલમાં શાંતિ વાટાઘાટો કરી રહ્યા હતા. પાકિસ્‍તાની સેનાએ તાલિબાન વહીવટ પર સીધો આરોપ લગાવ્‍યો કે તેઓ અફઘાન પ્રદેશમાંથી કાર્યરત સશષ જૂથોને રોકવામાં નિષ્‍ફળ રહ્યા છે.

પાકિસ્‍તાની સેનાના પ્રવક્‍તા લેફટનન્‍ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ રવિવારે ઇન્‍ટર-સર્વિસિસ પબ્‍લિક રિલેશન્‍સ દ્વારા એક નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું, અફઘાનિસ્‍તાનથી સશષ લોકો કુર્રમ અને ઉત્તર વઝીરિસ્‍તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમારી સેનાએ જોરદાર જવાબ આપ્‍યો, જેમાં ૨૫ અફઘાનીઓ  માર્યા ગયા. જયારે અમારા પાંચ બહાદુર સૈનિકો પણ માર્યા ગયા છે. ચૌધરીએ તાલિબાન સરકાર પર આંગળી ઉઠાવતા કહ્યું કે અફઘાન વહીવટીતંત્રે અફઘાન પ્રદેશમાંથી કાર્યરત સશષ જૂથો સામે કોઈ કાર્યવાહી કરી નથી. આ અમારા સાર્વભૌમત્‍વ પર હુમલો છે. પાકિસ્‍તાને દાવો કર્યો કે આ ઘૂસણખોરો તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાન જેવા જૂથોના હતા, જે અફઘાનિસ્‍તાનમાં છુપાયેલા છે.

એક દિવસ પહેલા, પાકિસ્‍તાનના રક્ષા મંત્રી ખ્‍વાજા આસિફે કહ્યું હતું કે જો ઇસ્‍તંબુલ મંત્રણામાં કોઈ કરાર નહીં થાય, તો તે ખુલ્‍લા યુદ્ધમાં પરિણમી શકે છે. તેમણે આશા વ્‍યક્‍ત કરી હતી કે અફઘાનિસ્‍તાન શાંતિ ઇચ્‍છે છે, પરંતુ તાજેતરની ઘટનાઓને લીધે પરિસ્‍થિતિને ફરીથી વણસી ગઈ છે. અફઘાન તાલિબાન સરકારે હજુ સુધી પાકિસ્‍તાનના આરોપોનો સત્તાવાર જવાબ આપ્‍યો નથી.

આ ઘટના ઇસ્‍તંબુલમાં ચાલી રહેલી પાકિસ્‍તાન-અફઘાન શાંતિ વાટાઘાટો વચ્‍ચે બની, જ્‍યાં બંને દેશોના પ્રતિનિધિમંડળો તુર્કીની મધ્‍યસ્‍થીમાં સરહદ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.  ઉત્તર વઝીરિસ્‍તાનમાં રાતભર ગોળીબાર ચાલુ રહ્યો. પાકિસ્‍તાને દાવો કર્યો કે તે ૅસ્‍વ-બચાવૅ હતો, પરંતુ સ્‍થાનિક સૂત્રોએ જણાવ્‍યું કે અથડામણમાં ૧૦થી વધુ નાગરિકો પણ ઘાયલ થયા. અફઘાન મીડિયાએ દાવો કર્યો કે પાકિસ્‍તાને સરહદ પાર કરીને અફઘાન ચોકીઓ પર હુમલો કર્યો, જેમાં ૧૫ અફઘાન સૈનિકો માર્યા ગયા.

(9:37 AM IST)