<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

જયશંકર અને માર્કો રૂબિયોએ એએસઇએએન સમિટમાં કરી મુલાકાત

દ્વિપક્ષીય અને વૈશ્‍વિક મુદાઓ પર કરી ચર્ચાઃ રૂબિયોએ ભારતને પરિપકવ રાજદ્વારી ભાગીદાર ગણાવ્‍યું

નવી દિલ્‍હી તા.૨૭: યુએસ સેક્રેટરી ઓફ સ્‍ટેટ માર્કો રૂબિયોએ જણાવ્‍યું હતું કે યુએસ પાકિસ્‍તાન સાથેના તેના વ્‍યૂહાત્‍મક સંબંધોને મજબૂત બનાવશે, પરંતુ આનાથી ભારત સાથેની તેની ઐતિહાસિક ભાગીદારી પર કોઈ અસર પડશે નહીં. તેમણે ભારતને પરિપક્‍વ રાજદ્વારી ભાગીદાર ગણાવ્‍યું અને કહ્યું કે વોશિગ્‍ટન ઘણા દેશો સાથે સંબંધો જાળવી રાખશે. રુબિયોએ ભારતના ઉર્જાસ્ત્રોતોમાં વૈવિધ્‍યકરણનો આગ્રહ કર્યો.

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે મલેશિયામાં યુએસ સેક્રેટરી ઓફ સ્‍ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી, જ્‍યાં તેઓ કુઆલાલંપુરમાં ASEAN સમિટમાં ભાગ લઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. જયશંકરે એક ઇન્‍સ્‍ટાગ્રામ પોસ્‍ટમાં કહ્યું, આજે સવારે કુઆલાલંપુરમાં સેક્રેટરી રૂબિયોને મળવાનો આનંદ થયો. હું અમારા દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમારી ચર્ચાઓની પ્રશંસા કરું છું.

સેક્રેટરી ઓફ સ્‍ટેટ માર્કો રૂબિયોએ જયશંકર સાથે મુલાકાત કરતા પહેલા ભારત અને પાકિસ્‍તાન સાથેના યુએસ સંબંધો વિશે વાત કરી. તેમણે જણાવ્‍યું હતું કે વોશિગ્‍ટન પાકિસ્‍તાન સાથે તેના વ્‍યૂહાત્‍મક સંબંધોને આગળ વધારવા માંગે છે, પરંતુ આ ભારત સાથેની તેની ઐતિહાસિક અને ગાઢ મિત્રતાના ભોગે નહીં થાય. તેમણે ટ્રમ્‍પ અને અસીમ મુનીર વચ્‍ચેની મુલાકાતનો ઉલ્‍લેખ કર્યો અને ભારતને તેના તેલસ્ત્રોતોમાં વૈવિધ્‍ય લાવવા વિનંતી કરી. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં વેપાર પર ચર્ચા થઈ રહી નથી.

સોમવારે કુઆલાલંપુરમાં આસિયાન સમિટ દરમિયાન ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત પહેલાં, રુબિયોએ પત્રકારોને જણાવ્‍યું હતું કે અમેરિકા અને ભારત વચ્‍ચે ૅઊંડી, ઐતિહાસિક અને મહત્‍વપૂર્ણૅ ભાગીદારી છે.

આ નિવેદન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે તાજેતરના મહિનાઓમાં અમેરિકા અને પાકિસ્‍તાન વચ્‍ચેના સંબંધો વધુ ગાઢ બન્‍યા છે. આનાથી ભારતમાં કેટલીક ચિતાઓ વધી છે, ખાસ કરીને ટ્રમ્‍પ વહીવટ દરમિયાન બંને દેશો વચ્‍ચે થયેલા અસંખ્‍ય વ્‍યૂહાત્‍મક અને આર્થિક કરારોને ધ્‍યાનમાં રાખીને.

આ પણ વાંચો ભારત અમેરિકા માટે મહત્‍વપૂર્ણ છે... H-1B વિઝા વિવાદ વચ્‍ચે જયશંકરને મળ્‍યા બાદ યુએસ સેક્રેટરી ઓફ સ્‍ટેટ રુબિયોએ કહ્યું

ભારતની ચિતાઓનો જવાબ આપતા, રૂબિયોએ કહ્યું, નવી દિલ્‍હીની ચિતાઓ વાજબી છે, પરંતુ પાકિસ્‍તાન સાથેની અમારી કોઈપણ કાર્યવાહી ભારત વિરુદ્ધ નથી. ભારત એક ખૂબ જ પરિપક્‍વ રાજદ્વારી દેશ છે, અને યુએસને ઘણા દેશો સાથે સંબંધો જાળવવાની જરૂર છે.

માર્કો રુબિયોએ એ પણ નોંધ્‍યું કે છેલ્‍લા છ મહિનામાં યુએસ-પાકિસ્‍તાન સંબંધોમાં સુધારો થયો છે, ખાસ કરીને મે મહિનામાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના મર્યાદિત સંઘર્ષ પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પાકિસ્‍તાની આર્મી ચીફ ફિલ્‍ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી ત્‍યારથી. પાકિસ્‍તાને ટ્રમ્‍પને સંઘર્ષનો અંત લાવવાનો શ્રેય આપ્‍યો, જે દાવાને ભારતે ફગાવી દીધો.

ઊર્જા અને વેપાર વિશે વાત કરતા, રૂબિયોએ કહ્યું કે ભારત પહેલાથી જ રશિયા પાસેથી તેની તેલ ખરીદીને વૈવિધ્‍યીકરણ કરવા ચર્ચા કરી ચૂક્‍યું છે. તેમણે કહ્યું, જો ભારત તેના તેલસ્ત્રેતોને વૈવિધ્‍યીકરણ કરે છે અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદે છે, તો તે બંને દેશો માટે ફાયદાકારક રહેશે. હાલમાં અમે કોઈ વેપાર વાટાઘાટો કરી રહ્યા નથી.

(9:38 AM IST)