<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

બિહારઃ બળવાખોરો વિરૂધ્‍ધ બીજેપીની કાર્યવાહીઃ ૪ નેતાઓને પક્ષમાંથી કાઢી મૂકાયા

વરૂણસિંહ, અનુપકુમાર શ્રીવાસ્‍તવ, પવન યાદવ અને સૂર્યભાનસિંહનું નામ સામેલ

બિહાર તા.૨૭: બિહારમાં બળવાખોરો સામે ભાજપે કાર્યવાહી કરી, ચાર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્‍યા ભાજપ દ્વારા પક્ષ વિરુદ્ધ બળવો કરવા અને વિધાનસભા ચૂંટણી લડવા બદલ ચાર નેતાઓને છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્‍યા છે. આમાં વરુણ સિહ, અનૂપ કુમાર શ્રીવાસ્‍તવ, પવન યાદવ અને સૂર્યભાન સિહનો સમાવેશ થાય છે.

ભાજપ દ્વારા પક્ષ વિરુદ્ધ બળવો કરવા અને વિધાનસભા ચૂંટણી લડવા બદલ ચાર નેતાઓને છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્‍યા છે. પાર્ટીએ આ કાર્યવાહી NDA ગઠબંધનના ઉમેદવારો સામે ચૂંટણી લડવાનો નિર્ણય લેનારા નેતાઓ સામે કરી છે. ભાજપે આ કાર્યવાહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ ગણાવીને ચારેય નેતાઓને હાંકી કાઢ્‍યા છે.

બહાર કાઢવામાં આવેલા ચાર નેતાઓમાં બહાદુરગંજથી વિધાનસભા ચૂંટણી લડનારા વરુણ સિહનો સમાવેશ થાય છે. ગોપાલગંજથી ચૂંટણી લડનારા અનૂપ કુમાર શ્રીવાસ્‍તવને પણ હાંકી કાઢવામાં આવ્‍યા છે.

ભાજપે કહલગાંવથી ચૂંટણી લડનારા ધારાસભ્‍ય પવન યાદવને પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્‍યા છે. તેમના પર પાર્ટીના નિર્ણયનું ઉલ્‍લંઘન કરવાનો આરોપ છે. બરહરા ચૂંટણી લડનારા સૂર્યભાન સિહને પણ છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્‍યા છે.

ભાજપે આ નેતાઓને કારણ કે તેઓ ગઠબંધનના ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા હતા. પક્ષના નિયમો અનુસાર, પક્ષ કે ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડવી એ અનુશાસનહીનતા માનવામાં આવે છે, જેના પરિણામે આ ગંભીર કાર્યવાહી થાય છે.

(10:04 AM IST)