<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ભોપાલ: માતાના આંસુઓથી માનવતાને રોશની; સાત માસના નવજાતના અંગદાનનો હિંમતભર્યો નિર્ણય

ભોપાલ: એઈમ્સના શાંત કોરિડોરમાં માનવતાનો એક કોમળ સ્વર ગુંજી ઉઠ્યો છે. ભોપાલના રાજનાથ પરિવારએ પોતાના સાત માસના નવજાત બાળકને ગુમાવ્યાના દુઃખને એક નવી રોશનીમાં બદલી નાખ્યું છે.

આંસુઓ વચ્ચે પણ પરિવારે હિંમત અને કરુણાનું ઉદાહરણ પૂરું પાડતાં પોતાના બાળકના અંગોનું દાન કર્યું છે. એઈમ્સના નાના દાતાને 'ગાર્ડ ઓફ ઓનર' આપીને 'માનવ દૂત' તરીકે વિદાય આપવામાં આવી હતી. 

આ અંગદાનથી અન્ય જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં રોશની ફેલાશે.

 

(1:31 PM IST)