<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

નવેમ્બર ૧થી બદલાઈ રહ્યા છે બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ સહિતના અનેક નિયમો

નવી દિલ્હી: ૧ નવેમ્બર, ૨૦૨૫થી દેશભરમાં બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ, લોકર અને અન્ય નાણાકીય સેવાઓને લગતા અનેક મહત્ત્વપૂર્ણ નિયમો બદલાઈ રહ્યા છે.

બેંક ખાતા અને લોકર નોમિની નિયમોમાં ફેરફાર:

 * નાણાં મંત્રાલય દ્વારા નોટિફાય કરાયેલ 'બેન્કિંગ કાયદા (સંશોધન) અધિનિયમ, ૨૦૨૫' હેઠળ ૧ નવેમ્બરથી ખાતાધારક હવે પોતાના બેંક ખાતા અથવા લોકરમાં ચાર નોમિની સુધીનું નામાંકન કરી શકશે.

 * ખાતાધારક નોમિનીઓ વચ્ચે હિસ્સો પણ નક્કી કરી શકશે.

 * લોકર્સ માટે ફક્ત ક્રમિક (સક્સેસિવ) નોમિનેશનની મંજૂરી મળશે.

 * આ ફેરફારો ક્લેમ સેટલમેન્ટને વધુ સરળ અને પારદર્શક બનાવશે.

અન્ય ફેરફારો:

 * પબ્લિક સેક્ટર બેન્કોને દાવેદાર વગરની શેર, વ્યાજ અને બોન્ડ રિડેમ્પશનની રકમો 'ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ'માં ટ્રાન્સફર કરવાનો અધિકાર મળશે.

 * સહકારી બેન્કોમાં બિન-ચેરપર્સન ડિરેક્ટર્સનો કાર્યકાળ ૮થી વધારીને ૧૦ વર્ષ કરવામાં આવ્યો છે.

(10:34 AM IST)