હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નરેન્દ્રભાઈનો પટનામાં મેગા રોડ-શો: જબરો માહોલ: જંગ જામ્યો
એનટીએના સાથી પક્ષોમાં એકતા છે તે દર્શાવવા નીતિશકુમાર હાજર રહે તેવી પૂરી સંભાવના: મતદાનના ચાર દિવસ પૂર્વે વડાપ્રધાનનો જનજાતિ પ્રણામ બાપુ નમો નારાયણ પ્રવાસ

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ ૨ નવેમ્બરના રોજ પટનામાં મેગા રોડ-શો કરવા જઈ રહ્યા છે, જેના દ્વારા એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) તરફથી જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. રોડ-શોનો હેતુ પ્રથમ તબક્કાના મતદાનની ત્રણ મુખ્ય બેઠકો ફુલવારી શરીફ, દીઘા અને બાંકીપુર પર અસર કરીને એનડીએની તરફેણમાં માહોલ બનાવવાનો છે, જ્યાં ૬ નવેમ્બરે મતદાન થવાનું છે.
સીએમ નીતિશ કુમારની સંભવિત હાજરીથી ઉત્સાહ
અહેવાલો અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આ રોડ-શોમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની પણ હાજરી રહેવાની પ્રબળ સંભાવના છે. જો નીતિશ કુમાર આ રોડ-શોમાં શામેલ થાય છે, તો લોકસભા ચૂંટણી પછી આ બીજો એવો મોટો અવસર હશે જ્યારે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર એક સાથે રોડ-શો કરશે. ગઠબંધનના નેતાઓ માને છે કે આ સંયુક્ત પ્રદર્શન "ડબલ એન્જિનની તાકાત" ને જમીન પર ઉતારશે, જેનાથી કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ આવશે અને ગઠબંધનની એકતાનો સ્પષ્ટ સંદેશ મતદારો સુધી પહોંચશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના નેતાઓ મુખ્યમંત્રી કાર્યાલયના સંપર્કમાં છે અને રોડ-શોમાં નીતિશ કુમારના સામેલ થવાની ઔપચારિક મંજૂરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
માસ્ટરસ્ટ્રોક: મતદાનના ચાર દિવસ પહેલા શક્તિ પ્રદર્શન
બિહારમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે, જેમાં પ્રથમ તબક્કો ૬ નવેમ્બર અને બીજો તબક્કો ૧૧ નવેમ્બરે છે. પરિણામ ૧૪ નવેમ્બરે જાહેર થશે. વડાપ્રધાન મોદીનો ૨ નવેમ્બરનો રોડ-શો પ્રથમ તબક્કાના મતદાનના માત્ર ચાર દિવસ પહેલા યોજાઈ રહ્યો છે.
એનડીએનો આ નિર્ણય એક 'માસ્ટરસ્ટ્રોક' તરીકે જોવામાં આવી રહ્યો છે. રોડ-શો દરમિયાન એનડીએનું સીધૂ ફોકસ ફુલવારી શરીફ, દીઘા અને બાંકીપુર જેવી મહત્વની બેઠકો પર રહેશે, જેથી એનડીએ પોતાના પક્ષમાં માહોલ મજબૂત કરી શકે અને વિપક્ષ પર દબાણ બનાવી શકે. આ રોડ-શો માત્ર આ બેઠકોના ઉમેદવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર પટના ક્ષેત્રના મતદારો માટે એક અંતિમ અને પ્રભાવશાળી સંદેશ સાબિત થઈ શકે છે.
રોડ-શોનો રૂટ
પ્રધાનમંત્રીના રોડ-શોનો રૂટ પણ વ્યૂહાત્મક રીતે નક્કી કરવામાં આવ્યો છે. રોડ-શોની શરૂઆત પટના એરપોર્ટથી થવાની અને સમાપન ઐતિહાસિક ગાંધી મેદાન પર થવાની સંભાવના છે.
ભાજપના બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મળીને રવિવારે રોડ-શોના સંભવિત રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ રૂટ શહેરી અને અર્ધ-શહેરી મતદારક્ષેત્રોમાં ઓછા સમયમાં મજબૂત સંદેશ પહોંચાડવાનું સુનિશ્ચિત કરશે.
વડાપ્રધાન મોદી ૨૪ ઓક્ટોબરના રોજ સમસ્તીપુર અને બેગુસરાયથી પોતાના બિહાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ચૂક્યા છે અને ૩૦ ઓક્ટોબરના રોજ મુઝફ્ફરપુર અને છપરામાં પણ તેમની રેલીઓ પ્રસ્તાવિત છે. ૨ નવેમ્બરના રોડ-શો બાદ તે જ દિવસે તેમની નવાદા અને આરામાં પણ રેલીઓને સંબોધિત કરવાની યોજના છે.
સમગ્ર બિહારમાં એનડીએ દ્વારા સઘન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
