<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

મહુવા-કુંડલા-અમરેલી રસ્‍તો બંધઃ માલણ નદીના પુલ ઉપર પાણીઃ ઘરોમાં પાણી ઘૂસ્‍યા

કુદરત રૂઠી હોય તેવો ખેડૂતો-લોકોને અહેસાસઃ મહુવા પંથક વિના ચોમાસાએ જળ બંબોળઃ ઠેરઠેર મોટા પ્રમાણમાં નૂકશાની

મહુવા, તા. ર૭: મહુવા પંથકમાં શનિવાર નાં સાંજ ના ૮ કલાક થી આજે સોમવાર સવાર ના ૬ કલાક સુધી માં તાલુકા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ના જણાવ્‍યા મુજબ ૧૯૫ મી મી ૮ઈચ જેવો ધોધમાર ઘીગો વરસાદ વરસી પડતાં મહુવા શહેર ના જનતા પ્‍લોટ નંબર ર માં કમોસમી વરસાદ ના પાણી લોકો ના ઘરો માં ઘુસી ગયા હતા વરસાદ ના પગલે મહુવા માલણ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી ઘોડાપુર આવતા ભાદ્રોડ ના ઝાપા પાસે આવેલ માલણ નદી ના પુલ ઉપર થી પાણી વહેવા લાગ્‍યા હતા વધુ માં વરસાદ ના પગલે મહુવા સાવરકુંડલા અમરેલી સ્‍ટેટ હાઇવે માર્ગ સદંતર બંધ થઈ ગયો હતો જેનાં કારણે વાહનચાલકો ને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો આખી રાત સતત વરસાદ વરસવાનું શરૂ જ રહયુ હતુ હજી અત્‍યારે આ લખાય છે ત્‍યારે સવારે ૯ કલાકે પણ વરસાદ શરૂ જ છે.

વરસાદ ના લીધે મહુવા શહેર ને જોડતા ગ્રામ્‍ય વિસ્‍તારના ઘણા બધા માર્ગ પણ બંધ થઈ ગયા છે નિચાણવાળા વિસ્‍તાર તેમજ શહેરના ભાદોડ ગેઈટ, ગાંધીબાગ,વાસી તળાવ, પોલીસ સ્‍ટેશન, બગીચા ચોક, ફાતેમા સોસાયટી,નેસવડ ચોકડી સહિત ના વિસ્‍તારો ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં આ કમોસમી વરસાદ ના લીધે ખેડૂતો ને સતત ને સતત વરસાદ ને કારણે પડ્‍યા ઉપર પાટુ જેવી દયનીય પરિસ્‍થિતિ સર્જાય ઓણસાલ મહુવા પંથક પર કુદરત રૂઠી હોય તેવો ખેડૂતો અને આમ જનતાને અહેસાસ થાય છે.

આ કમોસમી વરસાદ મહુવા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારના કુંભણ, કોજળી, કાળેલા, ઉમણિયાવદર, રૂપાવટી, જાદરા, ભાદરા, માળવાવ, દાઠા, દેવળીયા, સથરા, વાધનગર, ભાદ્રોડ, તાવેડા, કંટાસર, ખાટસુરા, તલગાજરડા,  રાતોલ, દેગવડા, ખુટવડા સહિત ના વિસ્‍તારો માં પણ ધોધમાર વરસાદ વરસ્‍યો છે અને ઠેર ઠેર નાની મોટી નુકસાની થયા હોવાનું જાણવા મળેલ છે તેવું રહીમ આર. વસાયા એ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:37 AM IST)