હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજય ના ૧૫૨ તાલુકાઓમાં ઝરમર થી ૮ ઇંચ ભારે વરસાદ ઉમરપાડા ૪, ડેડીયાપાડા ૩ ઇચ
કારતક માસ માં અષાઢી માહોલ સર્જાતા મેદ્યરાજા ભારે થી અતી ભારે વરસાદની આગાહી પાકને નુકસાન... ખેડૂતો ચિંતા માં મુકાયા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ કારતક માસના પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે પરંતુ હજુ મેદ્યરાજા વિદાય લેવાના મૂડમાં ન જણાતા ઠેર ઠેર વરસાદ પડતા પ્રજાજનો અવઢવ માં આવ્યા છે, શિયાળા ને બદલે ચોમાસું, સ્વેટર કાઢવું કે ફરી રેનકોટ....?, છેલ્લા ૨૪ કલાકમાં રાજય ના ૨૬ જીલ્લા ના ૧૫૨ તાલુકાઓમાં ઝરમર થી ૮ ઇંચ સુધી નો ભારે વરસાદ નોંધાયો છે.
જેની સામે આ કમોસમી વરસાદ ને પગલે ડાંગર, શાકભાજી સહીત ના પાકો ને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ઉમરપાડા ૯૩ મિમી, ડેડીયાપાડા ૭૪ મીમી, સાગબારા ૬૨ મીમી, જલાલપોર ૫૫ મીમી, સુબીર ૫૩ મીમી, તિલકવાડા ૫૨ મીમી, ગરૂડેશ્વર ૫૧ મીમી, નાંદોદ અને કવાંટ ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.જયારે આહવા ૪૯ મીમી, સુરત સિટી ૪૮ મીમી, વાલીયા ૪૭ મીમી, વ્યારા ૪૫ મીમી, જાંબુદ્યોડા ૪૫ મીમી, સંખેડા ૪૦ મીમી, ખેરગામ ૩૯ મીમી, ગણદેવી ૩૮ મીમી, ઝદ્યડિયા ૩૬ મીમી, ડોલવણ અને ઉચ્ચછલ ૩૫ મીમી, નડિયાદ ૩૪ મીમી, ડભોઇ ૩૩ મીમી, ઓલપાડ ૩૨ મીમી, ચીખલી ૨૮ મીમી, નસવાડી ૨૬ મીમી, માંડવી ૨૫ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજય ના ૧૦૮ તાલુકા ઓ માં ૧ થી ૨૪ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે, આજે સવાર થી મેદ્યરાજા સૌરાષ્ટ્ર પંથક માં અનરાધાર વરસી રહ્યા છે. (૩પ-પ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
