હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૧૧૧
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે
૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ-૧૧૧:‘‘હે પ્રિયે જ્ઞાન અને અજ્ઞાન,અસ્તિત્વ અને અનસ્તિત્વ ઉપર ધ્યાન આપો. પછી બન્નેને છોડી દો કે જેથી તમે થઇ શકો''
આને આ રીતે જુઓ- જન્મ ઉપર ધ્યાન આપો. એક બાળક જન્મ્યું તમે પેદા થયા. પછી તમે મોટા થાઓ, જુવાન થાઓ છો.એ આખા વિકાસ ઉપર ધ્યાન આપો. પછી તમે ઘરડા થઇ જાવ છો અને મરી જાવ છો. બરાબર શરૂઆતથી એ ક્ષણની કલ્પના કરો કે જયારે તમારા માતા-પિતાએ તમને ધારણ કર્યા હતા અને માના ગર્ભમાં તમે પ્રવેશ કર્યો હતો, બિલકુલ પહેલો અણું ત્યાંથી છેડા સુધી જુઓ જયાં સુધી શરીર ચિતા ઉપર બળી રહ્યું છે અને તમારા સગાવ્હાલા તમારી ચારે બાજુ ઉભા છે. પછી બન્નેને છોડી દો. તે જે પેદા થયું અને તે જે મરી ગયું પછી બન્નેને ભીતર જુઓ. ત્યાં તમે છો કે જે ના કયારેય પેદા થયો અને જે ના કયારેય મરશે. આ તમે કોઇપણ વિધાયક-નકારાત્મક બનાવથી કરી શકો છો. તમે અહિ બેઠા છો, હું તમારી સામે જોઉં છું મારો તમારી સાથે સબંધ થાય છે. જયારે હું આંખો બંધ કરું છું તો તમે નથી રહેતા અને મારો તમારી સાથે કોઇ સંબંધ નથી રહેતો. પછી સંબંધ અને અસંબંધ બન્ને છોડી દો. તમે ખાલી થઇ જશો. કારણ કે જયારે તમે જ્ઞાન અને અજ્ઞાન બન્નેનો ત્યાગ કરો છો તો તમે ખાલી થઇ જાવ છો. (૩.૩)
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
