હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં કરાશે
વડાપ્રધાને આપેલા ‘રાજ્ય અનેક-રાષ્ટ્ર એક, સમાજ અનેક-ભારત એક, ભાષા અનેક-ભાવ એક, રંગ અનેક-તિરંગા એક'ના મંત્રને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે સાકાર કરવામાં આવશે દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડઃ વિવિધ રાજ્યોની સાંસ્કળતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમોઃ રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ' થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત થશે ભારત પર્વ અંતર્ગત ૧ થી ૧૫ નવેમ્બર સુધી અનેકતામાં એકતાને ચરિતાર્થ કરતી સાંસ્કળતિક ઝલક એક સાથે એક જ સ્થળે જોવા મળશેઃ ૧૫ નવેમ્બર સુધી એકતા પ્રકાશ પર્વમાં એકતાનગર ખાતે સૌંદર્યમય લાઇટિંગ - સાંસ્કળતિક પ્રસ્તુતિ નિહાળવાની તકઃ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ૧૫ નવેમ્બરે એસ.ઓ.યુ. ખાતે ભવ્ય ઉજવણીનું આયોજનઃ ૧૭ નવેમ્બરે સાયક્લોથોન સ્પર્ધામાં દેશભરના ૫૦૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશેઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીમાં માર્ગદર્શન આપશેઃ કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

અમદાવાદ, તા.૨૭: અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ ૩૧ ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્નએક ભારત શ્રેષ્ઠ ભારતઙ્ખની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ ૨૬મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે ૩૧ ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે.
મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ ભવ્ય ઉજવણીના સમગ્ર કાર્ય આયોજન અંગેની વિસ્તળત ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ ૧૬ કન્ટીજન્ટ્સ સહભાગી થશે.
એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના ૧૬ પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે.
આ પરેડનું નેતળત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમ(Heralding Team)ના ૧૦૦ જેટલા સદસ્યો કરવાના છે.
એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા ૯ બેન્ડ કન્ટીજન્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે.
મુખ્ય સચિવશ્રી અને પોલીસ મહાનિદેશકશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને લાલ કિલ્લાની પ્રાચીરથી આપેલો મંત્ર ‘રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક'ને ચરિતાર્થ કરતા કાર્યક્રમો આ એકતા પરેડ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને વધુ ગરિમામય બનાવશે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સાંસ્કળતિક મંત્રાલયના ઉપક્રમે દેશના વિવિધ રાજ્યોની સાંસ્કળતિક વિરાસતોની ઝાંખી કરાવતા સાંસ્કળતિક કાર્યક્રમો પણ આ અવસરે યોજાશે.
સરદાર સાહેબના જીવન કવનને ઉજાગર કરતી નાટય પ્રસ્તુતિ ‘લોહપુરુષ' પણ આ પ્રસંગે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભારત સરકારના સાંસ્કળતિક મંત્રાલયના ઉપક્રમે રજૂ કરવામાં આવશે.
પંકજ જોશી અને શ્રી વિકાસ સહાયે ઉમેર્યું કે, આ વર્ષે પ્રકાશ પર્વ દિવાળી, નૂતન વર્ષ અને સરદાર સાહેબની જન્મજયંતિ ઉજવણીની ત્રિવેણીરૂપે રાજ્ય સરકાર દ્વારા ૧૭ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન એકતાનગર ખાતે પ્રકાશ પર્વ અન્વયે દરરોજ સાંજે ૭થી ૧૧ વાગ્યા સુધી સૌંદર્યમય લાઇટિંગ અને સાંસ્કળતિક કાર્યક્રમો નિહાળી શકાશે.
આ હેતુસર એકતાનગર ખાતેની વેલી ઓફ ફલાવર્સ જવા માટેના માર્ગને ૧૩ થીમ આધારિત ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે અને દરેક ઝોનમાં સિલીંગ લાઈટ,રોડ સાઈડ ઈલ્યુમિનેશન આર્ટીકલ્સ તથા ફોટો-સેલ્ફી પોઇન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે.
લોહપુરુષ સરદાર પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્નએક ભારત શ્રેષ્ઠ ભારતઙ્ખના મંત્રથી વધુ સુદ્રઢ રાષ્ટ્ર બનાવ્યું છે. સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિના આ વર્ષે એકતાનગર ખાતે ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન ભારત પર્વ ૨૦૨૫નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય સચિવશ્રી અને પોલીસ મહાનિદેશકશ્રીએ આ આયોજનની વિસ્તળત વિગતો આપતા કહ્યું કે, અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કળતિની ઝલક એક જ સ્થળેથી નિહાળવાની તક આ પર્વમાં લોકોને મળવાની છે.
મુખ્ય સચિવશ્રી અને પોલીસ મહાનિર્દેશકશ્રીએ ઉમેર્યું કે, ભારત પર્વની ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે થનારી ૧૫ દિવસીય ઉજવણીના સમાપને લ્ંશ્ ખાતે સાયકલોથોન ઇવેન્ટ યોજાશે તેમાં ૧૬ નવેમ્બરે ભારત અને ગુજરાત સરકારના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઈડ અને ૧૭ નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરાશે.
આ સ્પર્ધામાં દેશભરમાંથી અંદાજે પાંચ હજાર સાયકલ ચાલકો સહભાગી થશે.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી કાર્યક્રમઓને આખરી ઓપ આપી દેવાયો છે અને એકતાનગર ખાતે પ્રકાશ પર્વ તો દીપાવલીના તહેવારો દરમિયાન લાખો લોકોનું આકર્ષણ બન્યું છે.
મુખ્ય સચિવશ્રી અને પોલીસ મહાનિદેશકશ્રીએ કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ ગરિમામય ઉજવણી જન-જનમાં રાષ્ટ્રપ્રેમ બળવત્તર બનાવીને નેશન ફર્સ્ટનો ભાવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજાગર કરનારો અનેરો ઉત્સવ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
