<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

અબકી બાર કિસકા બિહાર...? નીતીશ કુમાર ફરી મુખ્‍યમંત્રી બની શકશે.....?

બિહાર વિધાનસભા ચૂંટણી જંગ પરાકાષ્ટા એ....તા.૬ અને ૧૧ ઓક્‍ટોબર એમ ૨ ચરણમાં મતદાન ૧૪મીએ પરીણામ ૨૪૩ બેઠકોના મતદાતાઓ નક્કી કરશે બિહારનુ ભાવી : બેઠકોનું કોકડું ઉકેલાયું કે ગૂંચવાયું....? તેજસ્‍વી અને રાહુલ ગાંધી વચ્‍ચે બધું ઠીક છે.....? મહાગઠબંધને તેજસ્‍વીને બનાવ્‍યો મુખ્‍યમંત્રીનો ચહેરો નાયબ મુખ્‍યમંત્રીનો ચહેરો બન્‍યો મુકેશ સહાની આરજેડી કોંગ્રેસ અને મહાગઠબંધન વચ્‍ચે ભારે ખેંચતાણ ઓવૈસીના એઆઈએમઆઈએમનો સીમાંચલ ઝોનમાં વધુ પ્રભાવ : બિહાર ઉપર છે પરિવારવાદનો અનેરો પ્રભાવ લાલુ પરિવારમાં તીવ્ર મતભેદો બિહારની ચૂંટણીમાં જાતિ માત્ર ઓળખ નહિ રાજનીતીનું કેન્‍દ્ર બની છે

જીતેન્‍દ્ર રૂપારેલિયા..... વાપીઃ       બિહાર વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે આગામી ૬ અને ૧૧ નવેમ્‍બર ના રોજ થશે મતદાન અને ૧૪ મી નવેમ્‍બર ના રોજ પરીણામ જાહેર થશે, આ ચૂંટણી જંગ અત્‍યાર થી જ પરાકાષ્ટા એ પહોંચ્‍યો છે, દરેક પક્ષ આ ચૂંટણી જીતવા તમામ જોર લગાવી રહ્યું છે, નીતીશ કુમાર ને ફરી મુખ્‍યમંત્રી બનવું છે તો બીજેપી સત્તા માં આવવા કોઈ કસર બાકી રાખવા માંગતું નથી, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, અમિત શાહ, જે. પી નડ્ડા, સૌ કોઈ મેદાન માં ઉતર્યા છે અને એકપછી એક જાહેરસભા ઓ દ્વારા મતદાતા ઓ ને રીઝવવા મહેનત કરી રહ્યા છે, છઠ્ઠ પુજા બાદ જાહેર સભા અને રોડ શો જેવા કાર્યક્રમો ની સંખ્‍યા વધશે, પાસવાન પુત્ર ચિરાગ પાસવાને પણ કમર કસી છે.

 સામે આરજેડી એટલે કે લાલુ પ્રસાદ યાદવ ના પુત્ર તેજસ્‍વી જંગ માં ઉતર્યા છે જેવો આ ચૂંટણીમાં જીત ગુમાવવા નથી માંગતા, કોંગ્રેસ સાથે ગઠબંધન કરી બીજેપી અને નીતીશ જી ને ટક્કર આપવા તૈયાર થયા છે અને  આ ગઠબંધન એ મુખ્‍યમંત્રી તરીકે  તેજસ્‍વી ના નામ ની જાહેરાત કરી છે પણ તેજસ્‍વી અને રાહુલ ગાંધી વચ્‍ચે બધું ઠીક હોય તેમ જણાતું નથી, ડેપ્‍યુટી સીએમ તરીકે મુકેશ સહાની ના નામની જાહેરાત પછી અન્‍ય સમુદાય ના લોકો ની નારાજગી પણ સામે આવી રહી છે, મુસ્‍લિમ મતો અંકે કરવા ઓવૈશી ભાઇજાન પણ પાછળ પડવા તૈયાર નથી, જયારે નવા વિચારો સાથે નવો પક્ષ બનાવી ઉતરેલા પ્રશાંત કિશોર જાણે અત્‍યાર થી થાકી ગયા હોય તેમ જણાય છે, કેવો રહેશે એમના પક્ષ નો કરિશ્‍મો એ તો સમય જ કહેશે.

આ વેળા એ બિહાર વિશે થોડું જોઈએ બિહાર નુ નામ ‘‘વિહાર ''પરથી આવેલ હોવાનું મનાય છે જે બૌદ્ધ વિહાર ( મઠ ) માટે વપરાતું હતું, ઇતિહાસકારો ના માનવા અનુસાર અહીં પ્રાચીન મગધ સામ્રાજય વસેલું હતું, જેમાંથી મૌર્ય અને ગુપ્ત સામ્રાજય ઊભા થયા, મધ્‍યયુગ માં મુગલ પછી બ્રિટિશ સાશન હેઠળ આવ્‍યું હતું.

ગૌતમ બુદ્ધ ને બિહાર ના બોધગયા ખાતે જ બોધ પ્રાપ્ત થયો હોવાનું પણ કહેવાય છે, અહીં ની નાલંદા અને વિક્રમશીલા યુનિવર્સિટી વિશ્વ ની સૌથી પ્રાચીન શિક્ષણ સંસ્‍થા ઓ માં ની એક છે, વર્ષ ૧૯૧૨ માં બિહાર ને બંગાલ થી અલગ પ્રાંત તરીકે બનાવવા માં આવ્‍યું, અને વર્ષ ૨૦૦૦ માં ઝારખંડ રાજય બિહાર માંથી અલગ બન્‍યું, બિહાર માં કુલ ૩૮ જીલ્લા ઓ આવેલા છે અને ૧૦૧ ઉપ વીભાગો આવેલ છે, આશરે ૮૪૦૦ થી વધુ ગ્રામ પંચાયતો આવેલ છે અને ૪૫૦૦૦ થી વધુ ગામડા ઓ આવેલ છે.

ભારત ના પુર્વ ભાગ માં આવેલ રાજય છે, જેનો વિસ્‍તાર આશરે ૯૪,૧૬૩ ચોરસ કી. મી જેટલો છે , વર્ષ ૨૦૨૧ ની માન્‍યતા અનુસાર ૧૩ કરોડ થી વધુ વસ્‍તી ધરાવે છે, ભારત નુ ત્રીજું સૌથી વધુ વસ્‍તી વાળું રાજય ગણાય છે બિહાર, પટના અહીં ની રાજધાની છે, કૃષિ આધારિત રાજય ગણાય છે અહીં આશરે ૮૦ ્રુ લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાનું મનાય છે.

          બિહાર નો રાજકીય પરીચય જોઈએ તો અહીં કુલ ૨૪૩ વિધાનસભા બેઠકો, ૭૫ વિધાન પરિષદ બેઠકો ,૪૦ લોકસભા બેઠકો, અને ૧૬ રાજયસભા બેઠક ધરાવે છે બિહાર....

અહીં ની મુખ્‍ય રાજકીય પાર્ટી ઓ માં જે ડી ( યુ ), બીજેપી, આર જે ડી, કોંગ્રેસ, એલજેપી અને એચ એ એમ જેવી છે.

આ ચૂંટણી માં એનડીએ અને મહાગઠબંધન વચ્‍ચે આમ જુવો તો આરજેડી ંકોંગ્રેસ અને એનડીએ વચ્‍ચે જામ્‍યો છે જંગ, સર્વત્ર રાજકીય આલમ માં એક જ સવાલ ચર્ચાય છે અબ કી બાર કિસકી બિહાર....??

સૌ પ્રથમ જો આપણે બિહાર ની વિધાનસભા ની કુલ સીટ,મુખ્‍ય પાર્ટી ઓ ગઠબંધન ને જોઈએ તો નેશનલ ડેમોક્રેટિક એલિયન્‍સ એટલે કે એનડીએ છે જેમાં મુખ્‍ય પાર્ટી ઓ છે બીજેપી, અને જનતાદળ ( યુનાઇટેડ ) જેડીયુ જે નીતીશ કુમાર ની પાર્ટી છે તથા ચિરાગ પાસવાન ની લોક જનશક્‍તિ પાર્ટી છે.હવે જો આપણે એમની સીટ સેરીંગ અંગે જોઈએ તો  બીજેપી ૧૦૧ સીટ, જેડીયુ ૧૦૧ સીટ અને લોક જનશક્‍તિ પાર્ટી ૨૯ બેઠક ઉપર, આર એલ એમ ૬ સીટ ઉપર, અને એચ એ એમ ૬ સીટ ઉપર એટલે કે કુલ ૨૪૩સીટો ઉપર લડશે.

જયારે સામાપક્ષે મહાગઠબંધન માં મુખ્‍ય રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી ) અને ઙ્કઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ ઙ્ક એટલે કે કોંગ્રેસ તથા અન્‍ય નાના પક્ષો આ ગઠબંધન માં છે તેમાં આરજેડી ના ઉમેદવારો ૧૪૩ બેઠકો ઉપર, કોંગ્રેસ ના ઉમેદવારો ૬૧ બેઠકો ઉપર , વી આઈ પી  (મુકેશ સહાની )  અંદાજિત ૧૨ સીટ અને અન્‍ય નાના પક્ષો ને ૧૦ થી ૨૦ જેટલી સીટો આપી છે.

(ઉપરોક્‍ત બંને પક્ષો ની સીટ ના આંકડા માં ફેરફાર હોય શકે છે. ) ચૂંટણી લડશે તેવું આયોજન થયું છે.

આ ઉપરાંત નવા ઉભરતા ‘‘જે એસ પી'' પ્રશાંત કિશોર પણ મેદાન માં છે જેવો કોઈની સાથે નથી , પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી નથી લડવાના પણ એમના ઉમેદવારો ને મેદાન માં ઉતાર્યા છે , તેમણે તમામ બેઠકો ઉપર થી લડવા ની જાહેરાત કરી છે, મળતી માહિતી અનુસાર તેમણે હજુ આશરે ૧૧૬ ઉમેદવારો ની યાદી જાહેર કરી છે.

બિહાર ચૂંટણી માં સૌથી અગત્‍ય નું પાસું છે જાતિગત સમીકરણ... અહીં કોઇપણ એક પાર્ટી કે કોઈ એક ગઠબંધન કોઈ એક જ જાતિ ના કે સમુદાય ના આધારે ચૂંટણી જીતી શકે તેમ નથી, આજે બિહાર ની ચૂંટણી માં જાતિ એક માત્ર ઓળખ નથી રહી પણ રાજનીતી નું કેન્‍દ્ર બની ચુકી છે, પક્ષ અને નેતા ઓ જેટલું પ્રોપર જાતિગત સમીકરણ જાળવી રાખે એટલી સફળતા વધુ એમ મનાય છે, યાદવ વોટ કોઇપણ પક્ષ માટે અગત્‍ય ના છે બિહાર માં તેમની વસ્‍તી ૧૪ થી ૧૫ % જેટલી છે,જેવી આર જે ડી સાથે એટલે કે પહેલા લાલુ પ્રસાદ યાદવ સાથે અને હવે તેજસ્‍વી યાદવ સાથે જોડાયેલા છે, જેની સામે હિન્‍દુ ઓ અહીં પણ ભાજપ ની વોટ બેંક છે,મુસ્‍લિમ મતદાતા ઓ ની પણ મોટી ભૂમિકા રહે છે.

આપણે બિહાર ની કુલ વસ્‍તી ની સંખ્‍યા ને જાતિ અનુસાર અને એમની જે તે પક્ષ પ્રત્‍યે લગાવ અંગે જોઈએ તો ઉપર કહ્યું એમ અહીં યાદવો ની વસ્‍તી ૧૪ થી ૧૫% જેટલી છે, કોઈ રી ( કુશવાહા ) ની વસ્‍તી ૮ થી ૯% જેટલી છે, રાજપૂતો ની વસ્‍તી ૫ થી ૬% જેટલી છે, કુરીમી સમાજ ની વસ્‍તી ૪ થી ૫% જેટલી છે, દલિત સમાજ ની વસ્‍તી ૧૫ થી ૧૬ ્રુ છે, મહા દલિત સમાજ ની વસ્‍તી ૯ થી ૧૦ % છે, ભૂમિહાર સમાજ ની વસ્‍તી ૩ થી ૪ % , અન્‍ય પછાત વર્ગની વસ્‍તી ૨૦  %ની આસપા અને મુસ્‍લિમો ની વસ્‍તી ૧૬ થી ૧૭ % જેટલી હોવાનું કહેવાય છે.

અહીં પાછું એવું પણ ખરું કે કેટલીક બેઠકો ઉપર જે તે જાતી નો પ્રભાવ વધુ હોય છે, નાલંદા જીલ્લા ની રાજગીર બેઠક ઉપર કુર્મી સમાજ નો પ્રભાવ છે જે નીતીશ કુમાર તરફી હોવાનું કહેવાય છે તેવી રીતે વૈશાલી જિલ્લા નુ હાજીપીર માં દલીલ સમાજ નો પ્રભાવ છે જે ચીરાગ પાસવાન તરફી હોવાનું કહેવાય છે, પટના જીલ્લા નુ મોકામા બેઠક માં યાદવ અને ભૂમિહર જાતિ નો પ્રભાવ છે જે છેલ્લા કેટલાક સમયથી યાદવ ના વધુ સમર્થન ને પગલે આર જે ડી તરફી હોવાનું કહેવાય છે, પટના જીલ્લા ની જ ના સાહિબા બેઠક પર બ્રાહ્મણ અને વૈશ્વીક નગર મતદાતા નું પ્રમાણ વધુ છે અહીં બીજેપી નો દબદબો મનાય છે, મુઝફ્‌ફર જીલ્લા ની ફફરપુર બેઠક પર કોઈરી , રાજપૂત અને બનિયા ની વસ્‍તી વધુ છે અહીં વિશેષ સ્‍પર્ધા છે એટલુંજ નહીં આર જે ડી અને બીજેપી બંને માટે આ બેઠક મહત્‍વ ની છે.

જયારે ગયા જીલ્લા ની ગયા ટાઉન બેઠક પર દલિત, મહા દલિત અને બ્રાહ્મણ સમાજ નો પ્રભાવ છે અહીં જેડીયુ અને બીજેપી ના સહયોગ થી એનડીએ નો પ્રભાવ જોવા મળે છે, રોહિતાસ જીલ્લા ની  સાસારામ બેઠક પર રાજપૂત અને દલિત સમાજ નું વર્ચસ્‍વ છે એક સમયે કોંગ્રેસ નો કિલ્લો ગણાતી આ બેઠક હાલ બીજેપી ના પ્રભાવ હેઠળ જણાય છે, બક્ષર  જીલ્લા ની આરાહ બેઠક પર ભૂમિહાર, વૈશ્‍ય અને રાજપૂત સમાજ ની વસ્‍તી છે જે બીજેપી ને સમર્થન આપે છે, સરણ જીલ્લા ની છપરા બેઠક પર યાદવ, રાજપૂત અને કોઈરી સમાજ વધુ છે આર જે ડી અને બીજેપી બંને સાથે જોડાયેલા છે. તો મધેપુરા જીલ્લા ની મધેપુરા બેઠક ઉપર યાદવ સમાજ નો દબદબો છે જેવો લાલુ પ્રસાદ યાદવ અને શરદ યાદવ જોડે સંકળાયેલ છે.

 પૂનિયા જીલ્લા ની પૂનિયા બેઠક પર મિક્‍સ સમુદાય વસે છે અહીં મુસ્‍લિમ, કોઈરી, અને રાજપૂત સમાજ ની વસ્‍તી છે જે સીમાંચલ નો વિસ્‍તાર આવે છે અહીં મુસ્‍લિમ મતદાતા ઓ ને પગલે આર જે ડી અહીં મજબૂત છે, કિસનગંજ જીલ્લા ની  કિસનગંજ બેઠક ઉપર પણ મુસ્‍લીમ સમુદાય નું વર્ચસ્‍વ છે અહીં કોંગ્રેસ અને આર જે ડી વચ્‍ચે ખેંચતાણ થતી હોય છે, નાલંદા જીલ્લા ની નવાઝીગંજ

(નવાદા) બેઠક ઉપર મિક્‍સ વસ્‍તી જોવા મળે છે અહીં કુર્મી, ભૂમિહાર અને રાજપૂત સમાજ ની વસ્‍તી છે જે જે ડી યુ પ્રભાવિત છે, બીજી ભાષા માં નીતીશ કુમાર નો આ કિલ્લો ગણાય છે, દરભંગા જીલ્લા ની દરભંગા બેઠક માં બ્રાહ્મણ, મુસ્‍લિમ અને યાદવ ની વસ્‍તી વસે છે જેવો બીજેપી તરફ ઝૂકેલા છે પણ કેટલાક મતદાતા ઓ આરજેડી ના ચાહક પણ છે, જયારે જમુઈ જીલ્લા ની જમુઈ બેઠક પર દલીત ( પાસવાન) , રાજપૂત અને કોઈરી સમાજ ની વસ્‍તી છે, જેવો મોટાભાગે ચીરાગ પાસવાન સાથે સપોર્ટ માં જોવા મળે છે.

આ તો આપણે ૧૫ સીટ અંગે જોયું આવીજ રીતે બિહાર ભર માં અલગ અલગ સમાજ જે તે પક્ષ સાથે જોડાયેલો છે અને એજ નક્કી કરે છે કે કોને જીતાડવા અને કોને આપવી બિહાર ની ગાદી.

(2:10 PM IST)