<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

યુવાનો પર ટેકનોલોજી હાવીઃ પાંચ વર્ષમાં માનસિક રોગના કેસમાં ૪૦ ટકાનો વધારો

સિવિલના મેન્‍ટલ હેલ્‍થ ડિપાર્ટમેન્‍ટમાં દર વર્ષે ૧૦ હજારથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે : સાઇબર ફ્રોડ, ડિજટલ અરેસ્‍ટનો ભોગ બનનાર પણ ડિપ્રેશનમાં સરી જતા હોવાના કિસ્‍સા વધ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૭: અમદાવાદ સિવિલ હોસ્‍પિટલના સાઇકિયાટી વિભાગ અને ખાનગી માનસિક રોગની હોસ્‍પિટલોના નિષ્‍ણાત ડૉક્‍ટરોના જણાવ્‍યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં યુવાનોમાં ટેકનોલોજી આધારિત માનસિક રોગોમાં ૪૦% વધારો નોંધાયો છે. જે ખૂબ જ ચિંતાજનક છે. શહેરની સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓમાં મોબાઇલ એડિક્‍શનના કારવો ચિંતા અને ઉદાસીનતા વધી રહિ છે. હવે ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પત્ર ડિજિટલ ડિપ્રેશનની ઝપેટમાં આવ્‍યા છે. અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં મેન્‍ટલ હેલ્‍થ ડિપાર્ટમેન્‍ટમાં દર વર્ષે ૧૦ હજારથી વધુ માનદિક રોગીઓ સારવાર લેવા આવે છે.

આજના આધુનિક સમયની નવી સમસ્‍યાઓ છે. તેનો ભોગ બનનારની માનસિક સ્‍થિતિ પર તે ખૂબ જ ગંભીર અસર કરે છે. ડિજિટલ યુગમાં લોકો બેકિંગ, સોશિયલ મીડિયા, પેમેન્‍ટ એપ અને ઓનલાઈન સંવાદ પર નિર્ભર છે. જ્‍યારે આ પ્‍લેટફોર્મ જ ઠગાઈ માટે વપરાય અને કોઈ વ્‍યક્‍તિ તેનો શિકાર બને ત્‍યારે તેની માનસિક સ્‍થિતિ પર ભયાનક અસર પડે છે. પોલીસ તથા સરકારી એજન્‍સીના નામે ફેક કોલ અથવા વીડિયો કોલથી ડરાવવામાં આવે છે તેના કારણે વ્‍યક્‍તિ હતાશ થઈ જાવ છે અને મારી સાથે ખરેખર ગુનો થયો છે? તે વિચાર તેની માનસિક સ્‍થિતિ બગાડે છે. ફ્રોડ થઈ ગયા પછી થણા લોકો શરમના માર્યા કોઈને કહેતા નથી અને અંદરોઅંદર સતત પીડાયા કરે છે. કોઈએ તમારું નામ, ચહેરો, પૈસા કે ઓળખ ચોરી લીધી એ વિચારથી માનસિક આઘાત લાગે છે. જે અનિદ્રા, ડિપ્રેશન, ઉદાસીનતામાં પરિણમે છે. ઘણા લોકો પછી મોબાઈલ, સોશિયલ મીડિયા અથવા પેમેન્‍ટ એપ વાપરતા ડરે છે. સામાજિક અને વ્‍યવસાયિક જીવનથી અલગ પડી જાય છે. માનસિક તાણમાંથી બહાર આવવા માટે સમયસર કાઉન્‍સેલિંગ અને સપોર્ટની જરૂર હોવાનું મનોચિકિત્‍સકો જણાવે છે. 

 

(2:11 PM IST)