હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટોળકી પાસેથી ગીર સફારી રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, MP બાંધવગઢના બુકિંગ વાઉચર મળ્યા
સિંહ દર્શન માટેની સરકારી વેબ પર ૩ ગણા ભાવ વસૂલવાનું વધુ એક કૌભાંડ : સિંહદર્શન ટિકિટ બુકિંગનું ગુજરાત બહાર પણ કૌભાંડ, દિલ્હીથી બેની ધરપકડ

અમદાવાદ, તા.૨૭: તાજેતરમાં સાસણગીર સિંહ દર્શન સહિતના સફારીના સ્લોટ એડવાન્સમાં બુક કરી ત્રણ ગણા ભાવ વસુલી પર્યટકોને વેચતી ટોળકીનું અન્ય રાજ્યોમાં ચાલતું કૌભાંડ બહાર આવ્યું છે. દિલ્હીથી સીસીઓઈ (સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ)એ બે આરોપીને ઝડપી લેતા વધુ ખુલાસા થયા છે. જે મુજબ આરોપીઓ પાસેથી ગીર સફારી, રણથંભોર (જયપુર રાજસ્થાન), તડોબા (નાગ પર મહારાષ્ટ), જીમ કોર્બેટ (નૈનિતાલ, ઉત્તરાખંડ), કાજીરંગા (આસામ) બાંધવગઢ (ઉમરિયા, મધ્યપ્રદેશ)ના બુકિંગ વાઉચર પોલીસને મળ્યા છે. આમ, આરોપીએ ગુજરાતમાં સફારી બુકિંગની જેમ અન્ય રાજ્યોમાં પણ ટુરીસ્ટ સ્થળો માટે બુકિંગ સરકારી વેબસાઈટ પરથી એડવાન્સમાં કરી લેતાં હતા.
સીસીઓઈએ દિલ્હીથી અજય ચૌધરી અને અરવિંદ ઉપાધ્યાયની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ સરકારી વેબસાઈટ પરથી સફારી બકિંગના સ્લોટ એડવાન્સમાં ખોટા આઈડીથી બુક કરી લેતા અને બાદમાં તે સ્લોટનું વેચાણ કરવા માટે સરકારી વેબસાઈટ જેવી ભળતા નામવાળી વેબસાઈટ બનાવી તેના પર ત્રણ ગણા ભાવ વસુલી પર્યટકોને વેચતા હતા. આંતરરાષ્ટ્રીય રેકેટના મુખ્ય આરોપીઓને ઝડપી લેવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે તપાસનો દોર લંબાવ્યો છે. પોલીસને આરોપીઓ પાસેથી કન્ફમેશન અને પેમેન્ટના ૮૯૫૦ ઈમેઈલ અને પીડીએફ ફાઈલની ૧૦૨૭૮ લીંક્સ મળી આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
