હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્ર સરકારે ગ્રેચ્યુઈટીની મહતમ મર્યાદા ૨૦ લાખથી વધારીને ૨૫ લાખ કરી
NPS હેઠળ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો ૨૦૨૧ અથવા ગ્રેચ્યુઈટી નિયમો ૨૦૨૧ દ્વારા આવરી લેવાયા હશે તો જ વધારો મળશે

નવી દિલ્હી, તા.૨૭: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા રૂ.૨૦ લાખથી વધારીને રૂ.૨૫ લાખ કરી છે. જોકે, ઘણા લોકો વિચારી રહ્યા છે કે કયા કર્મચારીઓને આ લાભ મળશે. શું તે બધાને મળશે કે માત્ર થોડા લોકોને? સરકારે હવે આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો છે, જેથી કોઈ મૂંઝવણ ન થાય.
હકીકતમાં, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એ તાજેતરમાં એક સ્પષ્ટતા જારી કરી છે. આ સ્પષ્ટતામાં જણાવાયું છે કે, ૩૦ મે, ૨૦૨૪ ના રોજ જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, ફક્ત તે કેન્દ્ર સરકારના સિવિલ સેવકો જે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો ૨૦૨૧ અથવા સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુઇટીની ચુકવણી) નિયમો ૨૦૨૧ હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેઓ જ આ વધેલી ગ્રેચ્યુઇટી માટે પાત્ર રહેશે.
આનો અર્થ એ છે કે જે કર્મચારીઓ આ નિયમો દ્વારા આવરી લેવામાં આવ્યા નથી તેમને આ વધેલી ગ્રેચ્યુઇટી મળશે નહીં. આમાં બેંકો, પોર્ટ ટ્રસ્ટ, RBI, PSU (જાહેર ક્ષેત્રના ઉપક્રમો), સ્વાયત્ત સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અથવા રાજ્ય સરકારોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ તેમના પોતાના નિયમો હેઠળ કાર્ય કરે છે, તેથી આ વિભાગ તેમના કેસ પર નિર્ણય લેતો નથી.સરળ શબ્દોમાં કહીએ તો, ફક્ત કેન્દ્રીય સરકારી કર્મચારીઓ કે જેઓ NPS હેઠળ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો ૨૦૨૧ અથવા ગ્રેચ્યુઇટી નિયમો ૨૦૨૧ દ્વારા આવરી લેવામાં આવ્યા છે તેમને રૂ.૨૫ લાખ સુધીની ગ્રેચ્યુઇટી મળશે. અન્ય કર્મચારીઓએ તેમના પર કયા નિયમો લાગુ પડે છે તે નક્કી કરવા માટે તેમના વિભાગ અથવા મંત્રાલય સાથે તપાસ કરવાની જરૂર પડશે.આ સરકારી પગલું એવા કર્મચારીઓ માટે રાહત છે જે લાંબા સમયથી કેન્દ્રીય સેવાઓમાં કાર્યરત છે. હવે, નિવળત્તિ સમયે તેમની પાસે વધુ નાણાકીય સુરક્ષા હશે, જેનાથી તેમનું નિવળત્તિ પછીનું જીવન થોડું વધુ આરામદાયક બનશે. (રર.૨૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
