હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચુંટણીઃ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ
ચુંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવીને ટ્રમ્પે ન્યાયિક તપાસની માંગ કરી મેઈલ-ઈન વોટિંગની પ્રથા બંધ કરવાની હાકલ કરી અને ફરજિયાત મતદાર ઓળખકાર્ડની માંગ કરી

વોશીંગ્ટન, તા.૨૭: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦ ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા છે અને હવે તેમણે ગોટાળાની તપાસની માંગ કરી છે. તેમણે ન્યાયિક તપાસની માંગ કરી છે અને જો તપાસ હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગોટાળા થવાની ચેતવણી આપી છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે, તેને અમેરિકન ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે અને ન્યાયિક તપાસની માંગ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેઇલ-ઇન વોટિંગની પ્રથા બંધ કરવાની હાકલ કરી છે અને ફરજિયાત મતદાર ઓળખ કાર્ડની માંગ કરી છે. તેમણે કેલિફોર્નિયાના પ્રસ્તાવની પણ ટીકા કરી હતી, ચેતવણી આપી હતી કે જો હવે તપાસ હાથ ધરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં મોટા પાયે છેતરપિંડી થઈ શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ટ્રુથઆઉટ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ૨૦૨૦ ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એટલા મોટા પાયે ગોટાળા કરવામાં આવ્યા હતા કે તે અમેરિકન ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ હતું. આ ગોટાળાને કારણે જ એક મૂર્ખ વિશ્વના સૌથી મોટા દેશોમાંના એક, યુનાઇટેડ સ્ટેટ્સનો રાષ્ટ્રપતિ બન્યો. તેને NBA જુગાર કૌભાંડ કહેવું અન્યાયી રહેશે. આશા છે કે ન્યાય વિભાગ આ કૌભાંડની વધુ તપાસ કરશે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચશે. જો આવું નહીં થાય, તો મધ્યસત્ર ચૂંટણીઓમાં પણ આવી જ ગોટાળા થઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦ ની રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા, અને જો બિડેન રાષ્ટ્રપતિ બન્યા. ચૂંટણી પછી, ટ્રમ્પે વારંવાર દાવો કર્યો કે તેઓ ચૂંટણીમાં છેતરપિંડીને કારણે હારી ગયા, પરંતુ ચૂંટણી અધિકારીઓ અને અદાલતોએ તેમના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢયા છે. ટ્રમ્પે મતદાન મશીનોમાં છેડછાડ, મેઇલ-ઇન મતપત્રોની ચોરી અને મળત લોકોના નામે મતદાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પુરાવાના અભાવે આ દાવાઓ સાથે સંબંધિત ૬૦ થી વધુ કેસ રદ કરવામાં આવ્યા છે. DOJ-CISA જેવી સરકારી એજન્સીઓએ પણ કહ્યું છે કે ૨૦૨૦ ની ચૂંટણીઓ સૌથી સુરક્ષિત ચૂંટણીઓ હતી, પરંતુ ટ્રમ્પ તેમના દાવાથી પાછળ હટતા નથી. (રર.૨૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
