<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ભ્રષ્ટાચાર મુક્ત આરોગ્ય ક્ષેત્ર: મંત્રી જે.પી. નડ્ડાએ 'નૈતિક શાસન અને સતર્કતા સંસ્કૃતિ' પર ભાર મૂક્યો! - નિયમો સરળ બનાવવા પર ફોકસ

નડ્ડાએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને અખંડિતતાની પ્રતિજ્ઞા પણ લેવડાવી:સરકાર આરોગ્ય ક્ષેત્રને સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર મુક્ત અને નૈતિક મૂલ્યો પર આધારિત બનાવવા પ્રતિબદ્ધ

નવી દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ આજે શાસન વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી વધારવા પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં *'સતર્કતા જાગૃતિ સપ્તાહ'*ની ઉજવણી નિમિત્તે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, શાસનના દરેક સ્તરે નૈતિક પ્રથાઓને સંસ્થાકીય બનાવવી અને સતર્કતાની સંસ્કૃતિનું નિર્માણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

   નડ્ડાએ એક વ્યવહારુ સૂચન કર્યું: "શું કરવું અને શું ન કરવું" તેની યાદી (Do's and Don'ts) સરળ અને સામાન્ય શબ્દોમાં તૈયાર કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આનાથી કર્મચારીઓ સદ્ભાવનાથી કે કરુણાપૂર્ણ વિચારણા હેઠળ પણ કોઈ ખોટું પગલું ન ભરે તેની ખાતરી કરી શકાય છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, તાલીમ અને ક્ષમતા નિર્માણ એક નિયમિત પ્રક્રિયા હોવી જોઈએ, જેથી મંત્રાલયમાં દરેક વ્યક્તિ તેના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃત અને સતર્ક રહે.
કાર્યક્રમના અંતે, નડ્ડાએ તમામ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને અખંડિતતા (Integrity)ની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. આ પહેલ સ્પષ્ટ સંકેત આપે છે કે સરકાર આરોગ્ય ક્ષેત્રને સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર મુક્ત અને નૈતિક મૂલ્યો પર આધારિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.


 

(9:38 PM IST)