હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચરાડવામાં પૂ. દયાનંદગિરીજી મહારાજની સ્મૃતિમાં શ્રી રામકથામાં ઉમટતા ભાવિકો
પૂ. અમરગીરીબાપુની આગેવાનીમાં પૂ. રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને કથામાં શ્રી રામચંદ્ર ભગવાનના વિવાહ પ્રસંગની ઉજવણીઃ ભકિત, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ

રાજકોટ, તા. ર૮ : ભક્તવત્સલ વિભુષીત શ્રીમદ્ સદગુરૂ પ.પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજ ની ઈચ્છા પૂર્ણ હેતુ તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી કારતક સુદ - બીજ થી કારતક સુદ નોમ,૨૩-૧૦-૨૦૨૫ ને ગુરૂવાર થી૩૧/૧૦/૨૦૨૫ ને શુક્રવાર સુધી શ્રી રામકથા તેમજ પંચસિધ્ધ શ્રી રામ મહાયાગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન વકતા પૂ. રામેશ્વરબાપુ હરિયાણી કથાનું રસપાન કરાવશે તેમજ યજ્ઞના આચાર્ય ડો. દિપકભાઈ શાષાીદ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, ચરાડવા મહાકાળી આશ્રમ મહંતશ્રી અમરગીરી મહારાજ ના સદ્દગુરૂ શ્રી બ્રહમલિન સંતશ્રી દયાનંદગીરીજી બાપુ ના આશિર્વાદ લેવા ભકતજનો તથા સેવકોને આજુબાજુના ગામના લોકોનો માનવ મહેરામણ ઉમટયો હતો.
કથામાં ભજન ભકિત ભોજન નો ત્રિવેણી સંગમ જોવાં મળ્યો હતો,તા.૨૮/૧૦/૨૫ ના સંતવાણી જેમાં જયદીપભાઇ સોની અને જયશ્રીબેન પંડયા દ્વારા સંતવાણી રમઝટ બોલાવશે તા.૩૦/૧૦/૨૫ રાસ ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,કલાકારો ગીગાભાઈ આહીર, ગીતાબેન કાપડી, ભક્તિ બા જેઠવા, વિજુબેન આહીર વગેરે કલાકારો રમઝટ બોલાવશે, રામકથામાં પધારવા પૂજ્ય અમરગીરી બાપુ દ્વારા સર્વ ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રેરણા મુર્તિ ૫.પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજના આશિર્વાદ થી શિષ્ય મહંતશ્રી અમરગીરી મહારાજ તથા સવૅ ભકતજનો સાથ સહકારથી ભવ્ય રામકથાનુ આયોજન કરવામાં આવ્યું છે.આ કથામાં માનવ મહેરામણ કચ્છ ઝાલાવાડ સૌરાષ્ટ્ર કાઠીયાવાડ સહીતના ભક્તો મોટી સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો હતો.
શ્રી રામકથાના પાંચમા દિવસે પૂ. રામેશ્વર બાપુ દ્વારા ભગવાન શ્રી રામ અને મહાકાળી માતાના તથા બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુદેવ શ્રી દયાનંદગીરીબાપુ દર્શન કરી પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુ ની ઉપસ્થિત મા કથાની શરૂઆત કરી હતી
પ્રથમ ચરણમાં અહિલ્યા ઉધ્ધાર વિષે કથા રસપાન કરી આ કથામા પરમ પૂજય યજ્ઞદેવજી મહારાજ (બાબા રામદેવજી મહારાજ ના શિષ્ય) અને ચરાડવા, ગોકુળીયા તેમજ આજુબાજુ ના બધા ગામો અને સૌરાષ્ટ્ર કચ્છ ના ભાવી ભકતો એ કથા શ્રવણ કરી
દ્વિતીય ચરણમાં શ્રી રામચંદ્ર વિવાહ ખૂબ ધામધૂમથી ઉમળકાભેર ઉજવાયો કથાનુ રસપાન કરવા ‘‘અકિલા'' ના મોભી શ્રી કીરીટકાકા ગણાત્રા તેમજ પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સુરેન્દ્રનગર લોકસભા ના સાંસદ ચંદુભાઈ શીહોરા સાથે મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રવીણભાઈ સોનાગ્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કથા સ્થળ અને સંપર્ક સુત્ર : શ્રી ચરાડવા મહાકાળી આશ્રમ (મો. ૯૪ર૯૬ પ૦પ૧પ) મોરબીથી હળવદ જતા, મોરબીથી રપ કિ.મી. દૂર ચરાડવા ગામથી ૩ કિ.મી. દૂર દેવળીયાના રસ્તે આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
