<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી યોજાશે

પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB,જમ્મુ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC સહિત કુલ 16 કન્ટીજન્ટ્સ ભાગ લેશે

અમદાવાદ : અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે એકતાનગર તૈયાર થઈ ગયું છે.  31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી યોજાશે.

  દર વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાય છે. પરંતુ આ વર્ષે રદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી વિશેષ રહેશે કારણ કે દિલ્લીમાં ર વર્ષે યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડની જેમ જ મુવિંગ પરેડ યોજાશે.

પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB,જમ્મુ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC સહિત કુલ 16 કન્ટીજન્ટ્સ ભાગ લેશે અને ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ જોડાશે. ખાસ વાત એ છે કે આ વર્ષની એકતા પરેડનું નેતૃત્વ મહિલાઓ કરશે, જે દેશની એકતા અને સશક્તિકરણનો સંદેશ આપે છે.

(12:04 PM IST)